ઉમરે વાયરસના લક્ષણોનો અનુભવ કર્યા બાદ શનિવારે ખુદનો ટેસ્ટ કરવાનો ફેંસલો લીધો. પોઝિટિવ ટેસ્ટ બાદ તે ઘરમાં જ કોરોન્ટાઈન થઈ ગયો છે. ઉમર કોરોના વાયરસથી પ્રભાવિત થનારો પાકિસ્તાનનો બીજો ક્રિકેટર છે, આ પહેલા ફર્સ્ટ કલાસ ક્રિકેટર ઝફર સરફરાઝનું ગત મહિને કોરોનાથી અવસાન થયું હતું.
તૌફીક ઉમરે ટેસ્ટ કરિયરમાં પાકિસ્તાન માટે 44 મેચ રમી છે. જેની 83 ઈનિંગમાં બેટિંગ કરીને 2963 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તૌફિકે 7 સદી અને 14 અડધી સદી ફટકારી છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 236 રન છે. આ ઉપરાંત 22 વન ડેમાં 3 અડધી સદીની મદદથી 504 રન બનાવ્યા છે. વન ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 81 રન નોટઆઉટ છે.
તૌફીક ઉમરે પાકિસ્તાન માટે 2001માં 29 ઓગસ્ટે મુલ્તાનમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યુ હતું. 2014માં ન્યૂઝીલેન્ડ સામે દુબઈમાં અંતિમ ટેસ્ટ રમ્યો હતો.