નવી દિલ્હી : વેબ સીરિઝ ‘પાતાલ લોક’ના એક દ્રશ્યમાં ગોરખા સમુદાય પર કથિત જાતિય ટિપ્પીણી કરવા મામલે એક્ટ્રેસ અનુષ્કા શર્મા વિરુદ્ધ રાષ્ટ્રીય માનવાઅધિકાર આયોગમાં અરુણાચલ પ્રદેશમાં ગોરખા સંગઠને ફરિયાદ નોંધાવી છે.
ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા આ વેબ સીરિઝની નિર્માતા છે. ઑલ અરુણાચલ પ્રદેશ ગોરખા યૂથ એસોસિએશને નામાસાઈના અધ્યક્ષ વિકાસ ભટ્ટારાઈએ ફરિયાદ નોંધાવી છે.
સંગઠને પોતાની ફરિયાદમાં કહ્યું કે, વેબ સીરિઝના બીજા એપિસોડમાં મહિલા પાત્ર વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી જાતિય ટિપ્પીણી, નેપાળી ભાષી લોકોનું સીધે સીધું અપમાન છે. આ સંગઠને એનએચઆરસી અને કેન્દ્રીય લઘુમતી કાર્ય મંત્રાલયને આ મામલે નક્કર નિર્ણય લેવાની અપીલ કરી છે.
ઑલ અરુણાચલ પ્રદેશ ગોરખા યૂથ એસોસિએશને કહ્યું કે, મહિલા વિરોધી ટિપ્પણી ગોરખા સમુદાય અને દેશભરમાં નેપાળી ભાષી લોકોની લાગણી દુભાઈ છે. તેમની માંગ છે કે કાં તો વેબ દેખાડવાનું બંધ કરી દેવું જોઈએ અથવા પાતાલ લોકની ટીમ ગોરખાની માફી માંગે.
‘પાતાલ લોક’માં મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરવા મામલે અનુષ્કા શર્મા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 May 2020 02:35 PM (IST)
સંગઠને પોતાની ફરિયાદમાં કહ્યું કે, વેબ સીરિઝના બીજા એપિસોડમાં મહિલા પાત્ર વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવેલી જાતિય ટિપ્પીણી, નેપાળી ભાષી લોકોનું સીધે સીધું અપમાન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -