સોનિપત: ભારતીય કુશ્તી કેમ્પમાં ત્રણ રેસલર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સોનીપતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કેમ્પસમાં ભારતીય રેસલરોની પ્રેક્ટિસ ચાલી રહી છે. અહીં રેસલરનાપહોંચ્યા બાદ જ્યારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો ત્રણ રેસલર સંક્રમિત મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રેસલરોની સાથે સાથે તમામ કોચ અને સપોર્ટ સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ત્રણ રેસલર સંક્રમિત મળી આવ્યા છે તેમાં 86 કિલોગ્રામ વર્ગના રેસલર દીપક પુનિયા, 65 કિલોગ્રામ વર્ગના નવીન અને 125 કિલોગ્રામ વર્ગના કૃષ્ણ સામેલ છે. ત્રણેય રેસલરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને મોનિટર પણ કરવામાં આવી રહ્યા છે.