નવી દિલ્હીઃ ભારતમાં હાલના સમયમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL-2021) 14મી સિઝન ચાલી રહી છે. જોકે દેશમાં કોરોના વાયરસના (Covid-19) કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, આ કારણે કેટલાય વિદેશી ખેલાડીઓ (Foreign Cricketers) આઇપીએલ છોડીને પોતાના ઘરે પરત પહોંચી ચૂક્યા છે. આ બધાની વચ્ચે ક્રિકેટ કૉમેન્ટેટર માઇકલ સ્લેટર (Michael Slater) ઓસ્ટ્રેલિયન વડાપ્રાધન સ્કૉટ મૉરિસન (Australia PM Scott Morrison) પર જોરદાર ગિન્નાયો છે. 


પીએમ મૉરિસને (PM Scott Morrison) ભારતમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને પોતાના દેશવાસીઓને ભારતમાંથી સ્વદેશ પરત ફરવા માટે અનુમતિ નથી આપી. આવામાં આઇપીએલમાં ભાગ લઇ રહેલા કેટલાય ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ (Australian Cricketers) સ્વદેશ પરત નથી જઇ શકતા. પીએમ મૉરિસનના આ ફેંસલાથી સ્લેટર ખુબ નારાજ છે, અને તેને આને અપમાનજનક ગણાવ્યો છે. 


સ્લેટરે ટ્વીટ કરીને કહ્યું- જો અમારી સરકારને ઓસ્ટ્રેલિયાના લોકોની સુરક્ષાની ચિંતા છે તો અમને જલ્દીથી જલ્દી સ્વદેશ પરત ફરવાની અનુમતિ આપે. અમારા બધા માટે આ અપમાનજનક વાત છે, અને જો કોઇ દૂર્ઘટના ઘટે છે તો તેના માટે પીએમ મૉરિસન જવાબદાર રહેશે. તેમને આગળ લખ્યું- મને આઇપીએલમાં કામ કરવા માટે સરકારે પરમીશન આપી હતી, અને હવે સરકાર જ આનાથી પીછો છોડાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે દેશના નાગરિકોને અપીલ કરી છે કે તે આ સમય ભારતથી પરત ના આવે. જો તે નિયમ તોડે છે કે તેના પર ભારે દંડ ફટકારવામાં આવી શકે છે.  


આ વિદેશી ખેલાડીઓ થયા ટૂર્નામેન્ટમાંથી બહાર.....
ઉલ્લેખનીય છે કે આઇપીએલ સિઝન 14માં કેટલાય વિદેશી ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર એન્ડ્ર્યૂ ટાયે પર્સનલ કારણોસર આઇપીએલ છોડી છે, જ્યારે જોફ્રા આર્ચર હાથની ઇજાના કારણે, બેન સ્ટૉક્સ આંગળીમાં ફેક્ચરના કારણે અને લિયામ લિવિંગસ્ટૉને બાયૉ બબલમાં કંટાળો આવતા ટૂર્નામેન્ટમાથી બહાર થઇ ગયો છે.