નવી દિલ્હી : દેશભરમાં કોરોનાના કેસ (Coronavirus) વધી રહ્યા છે અને કોરોનાના કારણે થઈ રહેલાં મૃત્યુનો આંક પણ સતત વધી રહ્યો છે.  તેના કારણે ગભરાયેલાં લોકો પોતાને કોરોના થયો નથી તે જાણવા માટે જાત જાતના ઉપાયો કરે છે. આરટ-પીસીઆર ટેસ્ટથી કોરોના થયો છે કે નહીં તેની ખબર પડે છે પણ ઘણા કિસ્સામાં આ ટેસ્ટમાં કોરોના પકડાતો નથી. બીજી તરફ સીટી-સ્કેનમાં (CT Scan) કોરોના પકડાઈ જાય છે તેથી લોકો સીટી-સ્કેન પર વધારે ભરોસો મૂકે છે.


જો કે ઓલ ઈન્ડિયા મેડિકલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે, કોરોનાથી ગભરાઈને જે દર્દીઓ વારંવાર સીટી સ્કેન કરાવે છે તેઓ મોટું જોખમ વહોરી રહ્યા છે. વારંવાર સીટી સ્કેન કરાવવાથી કેન્સરનું જોખમ છે અને લોકો કેન્સરનો ભોગ બની શકે છે.


ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાના દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરતાં જણાય છે કે લોકો ત્રણ-ત્રણ દિવસમાં સીટી સ્કેન કરાવી રહ્યા છે. આ  બાબક જોખમી સાબિત થઈ શકે છે ને કેન્સર થઈ શકે છે. સીટી સ્કેન કરવા માટે અપાતા રેડિયેશનના કારણે કેન્સરનો ખતરો છે.  પણ તોકોનાનાં તમને હળવાં લક્ષણ હોય તો તમારે સીટી સ્કેન કરાવવાની કોઈ જરૂર નથી.  સીટી સ્કેન કરાવતાં   જે રિપોર્ટ આવે છે તે જોઈને દર્દી પરેશાન થઈ જાય છે અને ગભરાઈ જાય છે.  દર્દી હોમ આઈસોલેશનમાં હોય અને હળવું ઈન્ફેક્શન હોય તો સીટી સ્કેન ના કરાવશો એની સલાહ પણ તેમમે આપી છે.  એક વાર સીટી સ્કેન કરાવવાથી અંદાજે 300થી 400 ચેસ્ટ એક્સરે જેટલું રેડિયેશન થાય છે. આ સંજોગોંમાં યુવાનવયે વારંવાર સીટી સ્કેન કરાવવાથી જીવનના પાછળના તબક્કામાં કેન્સરનું જોખમ વધી જાય છે. એઈમ્સના વડાએ ઉમેર્યું કે, અકારણ સીટી સ્કેન કરાવીને લોકો પોતાને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છો.   હળવું ઈન્ફેક્શન હોય, દર્દી હોમ આઈસોલેશનમાં હોય અને ઓક્સિજનનું લેવલ યોગ્ય હોય તો સીટી સ્કેન ન કરાવવો જોઈએ. શક્ય હોય તો પહેલાં ચેસ્ટ એક્સ રે કરાવી શકાય છે અને જરૂર પડે તો જ સીટી સ્કેન કરાવવો જોઈએ.


ગુજરાતમાં 5 મેથી રૂપાણી સરકાર લોકડાઉન લાદશે ? ટાસ્ક ફોર્સની ભલામણના પગલે રૂપાણી સરકાર આજે કરશે જાહેરાત ? 


દેશના કયા મોટા વેપારી સંગઠને દેશવ્યાપી સંપૂર્ણ લોકડાઉન લાદવાની કરી માંગ ?