નવી દિલ્લી: આઠ વર્ષ બાદ વર્લડ કપમાં ભાગ લઈ રહેલી સર્બિયાની ટીમના કેપ્ટન અલેક્ઝેંડર કોલારોવ દ્વારા ફ્રી કિક પર કરવામાં આવેલા ગોલના આધારે રવિવારે સમારા સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં કોસ્ટા રિકાને 1-0થી હરાવીને ટૂર્નામેન્ટમાં જીતથી ખાતું ખોલાવ્યું છે.


ગ્રુપ-ઈના આ મેચમાં કોસ્ટા રિકા સર્બિયાની ટીમ સામે દબાવમાં જોવા મળી. સર્બિયા ડિફેંસ નહોતા તોડી શક્યા અને આજ કારણે તેઓ ગોલ ન કરી શક્યા. મેચની શરૂઆતમાં બંને ટીમ એકબીજાને સારી ટક્કર આપી રહી હતી.