કોહલીનું નહીં સાંભળે તો છેલ્લી વખત ટીમ ઇન્ડિયામાં જોવા મળશે આ 3 ખેલાડી!
પાર્થિવ પટેલને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં સ્થાન મળ્યું છે જે તેના માટે અંતિમ તક છે. 2016માં પાર્થિવને તક આપવામાં આવી હતી. 8 વર્ષ પછી પાર્થિવની ટીમમાં પસંદગી થઈ હતી. શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાં પાર્થિવ 1અને 14 રન જ બનાવી શક્યો હતો. દક્ષિણ આફ્રિકામાં તેણે 2 ટેસ્ટમાં 19ની એવરેજથી 56 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ પ્રવાસમાં પસંદગી થઈ હતી પણ હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ફરી તક આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓપનર મુરલી વિજયની કારકિર્દી પણ ઓસ્ટ્રેલિયામાં દાવ પર રહેશે. તે પણ છેલ્લા ઘણી સીરીઝમાં નિષ્ફળ રહ્યો છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં વિજયની એવરેજ ફક્ત 7ની હતી. દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં 3 ટેસ્ટની શ્રેણીમાં 102 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ સામે બે ટેસ્ટમાં 6.50ની એવરેજથી 26 રન બનાવ્યા હતા.
ટીમ ઇન્ડિયાનો વાઈસ કેપ્ટન અજિન્કિય રહાણે લાંબા સમયથી ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં તેણે 25.10ની એવરેજથી ફક્ત 257 રન બનાવ્યા હતા. આફ્રિકા પ્રવાસમાં 1 ટેસ્ટ રમી હતી જેમાં પણ તે ફ્લોપ રહ્યો હતો. શ્રીલંકા સામેની 3 ટેસ્ટ શ્રેણીમાં તે 17 રન જ બનાવી શક્યો હતો. ત્યારે હવે ઓસ્ટ્રેલિયામાં ખરાબ પ્રદર્શન તેની કારકિર્દી પુરી કરી શકે છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પર રવાના થઈ ગઈ છે. આ સાથે જ વિરાટ કોહલીએ ટીમના બેટ્સમેનને એકસાથે રહીને સારું પ્રદર્શન કરવા અને ઇંગ્લેન્ડમાં કરેલી ભૂલ ફરી ન થાય તેવી સલાહ આપી છે. ઇંગ્લેન્ડમાં વિરાટ કોહલી ઉપરાંત કોઈ બેટ્સમેને સારું પ્રદર્શન કર્યું ન હતું, જેની કિંમત ટીમ ઇન્ડિયાએ ટેસ્ટ સીરીઝ અને વનડે સીરીઝમાં હારથી ચૂકવવી પડી હતી. હવે ઓસ્ટ્રેલિયામાં પણ ટીમ ઇન્ડિયા વિરાટ ઉપર જ આધાર રાખશે તો ટીમને હારનો સામનો કરવો પડી શકે છે. જે ખેલાડી ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં ફ્લોપ રહ્યા હતા તે જો ઓસ્ટ્રેલિયામાં પણ ફ્લોપ રહેશે તો તેમની કારકિર્દીનો અંત આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -