✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ક્રિકેટનાં તમામ ફોર્મેટમાં DRSને મળી લીલીઝંડી, જાણો ક્યારથી લાગૂ પડશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2017 08:33 AM (IST)
ક્રિકેટનાં તમામ ફોર્મેટમાં DRSને મળી લીલીઝંડી, જાણો ક્યારથી લાગૂ પડશે
1

દુબઈઃ આઇસીસીએ હવે ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટ એટલે કે ટેસ્ટ, વન ડે અને ટી-20માં હવે એકસમાન ડીઆરએસના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. આ સિસ્ટમ આગામી ઓક્ટોબરથી લાગુ થઈ જશે.

2

આઇસીસીની બે દિવસની મિટિંગમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આમાં હોકઆઇ, હોટ સ્પોટ, અલ્ટ્રા એજ, રિયલ ટાઇમ સ્નિકો ટેકનિકનો ઉપયોગ સચોટ નિર્ણય લેવા માટે કરવામાં આવે છે. આમાં એ વાતની દરખાસ્ત પણ કરવામાં આવી છે કે શ્રેણીમાં આઇસીસી જ ડીઆરએસનો ખર્ચ ઉઠાવશે. આગામી જૂન મહિનામાં લંડનમાં આઇસીસીની યોજાનારી બેઠકમાં મંજૂરીની મહોર લાગી જશે.

3

આઇસીસીએ જણાવ્યું, ”ડીઆરએસ ટેકનિકનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઉપયોગ કરવાના નિર્ણય પર સહમતિ સધાઈ ગઈ છે. આઇસીસીની ક્રિકેટ કાઉન્સિલ આના ઉપયોગ અંગે ચર્ચા કરશે અને જૂન-2017માં આ અંગે અંતિમ નિર્ણય લેવાશે. ત્યાર બાદ આ વર્ષના ઓક્ટોબરથી ડીઆરએસ લાગુ થઈ જશે. વેસ્ટ ઇન્ડીઝમાં 2018માં યોજાનારા મહિલા ટી-20 વર્લ્ડકપમાં ડીઆરએસનો ઉપયોગ કરાશે. આ વર્લ્ડકપમા દરેક ટીમને એક-એક રિવ્યૂની તક આપવામાં આવશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ક્રિકેટનાં તમામ ફોર્મેટમાં DRSને મળી લીલીઝંડી, જાણો ક્યારથી લાગૂ પડશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.