સુઝાન સાથે 'Jolly LLB 2' જોવા પહોંચ્યો રિતીક, અક્ષય-ટ્વિંકલ સાથે કરી મસ્તી
નવી દિલ્લી: બોલીવુડ અભિનેતા રિતીક રોશનની ફિલ્મ કાબિલ બોક્સ ઓફિસ પર સરસ કમાણી કરી રહી છે. આમ હવે તેના ફેંસ માટે ખુશખબર છે. સુઝાન અને રિતીક ફરી એક વાર સાથે દેખાયા છે. બંને આ વિકેંડ પર સાથે દેખાયા અને ક્વોલિટી ટાઈમ સ્પેંડ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્ક્રીનિંગમાં અક્ષય પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પહોંચ્યા હતા.
મૂવી સાથે આ ચારેયે ખૂબ મસ્તી કરી હતી. ટ્વિંકલ અને સુઝાને આ તસવીર શેર કરી હતી.
અક્ષય કુમારની ફિલ્મ ‘જોલી એલએલબી 2’ પણ રીલિઝ થઈ રહી છે. ત્યારે તેના સ્ક્રીનિંગ પર રિતીક સુઝાન સાથે પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે 20 ડિસેમ્બર 2000ના રોજ રિતીક અને સુઝાનના લગ્ન થયા હતા અને 17 વર્ષ બાદ 2013માં તે બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો હતો.જો કે કાબિલના પ્રીમિયરમાં બંને સાથે દેખાયા તે પછી અટકળો છે કે તેઓ ફરી સાથે આવી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -