ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં પહેલીવાર બનાવાયા બે ખેલાડીઓને વાઇસ-કેપ્ટન, જાણો કેમ
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર પોતાની ટેસ્ટ ટીમમાં બે ખેલાડીઓને ઓલરાઉન્ડર મિશેલ માર્શ અને ફાસ્ટ બૉલર જોશ હેઝલવુડને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં બૉલ સાથે છેડછાડની ઘટના બાદ ઓસ્ટ્રેલિયન ટીમનો પહેલો વિદેશ પ્રવાસ હશે. આ ઘટના બાદ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ઉપ-કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
26 વર્ષીય પેન પાકિસ્તાન વિરુદ્ધ 7 ઓક્ટોબરથી દુબઇમાં રમાનારી બે ટેસ્ટ મેચોની સીરીઝ દરમિયાન એકેલજ ઉપ-કેપ્ટનની ભૂમિકા નિભાવશે, કેમકે 27 વર્ષીય હેઝલવુડ ઇજાગ્રસ્ત હોવાના કારણે આ સીરીઝમાં નથી રમી શકવાનો.
વધુમાં કહ્યું કે, અમારો ઉદેશ્ય બેસ્ટ ક્રિકેટરો અને સારા માણસો તૈયાર કરવાનુ છે અને અમે ખુબ નસીબદાર છીએ કે અમારી પાસે આટલા યુવા ખેલાડીઓ છે.
હોન્સે પહેલીવાર એકથી વધુ ઉપ-કેપ્ટન નિયુક્ત કરવાના નિર્ણય વિશે કહ્યું કે, ‘અમારુ માનવું છે કે નેતૃત્વના આ મૉડલથી કેપ્ટનને સર્વશ્રેષ્ઠ મદદ મળશે. આ એક સક્સેસ મૉડલ છે, જેન આખી દુનિયાની રમતોમાં ઉપયોગમાં લેવાય છે.’
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, આ બન્નેને ટીમના સભ્યોના મતદાનથી કેપ્ટન ટિમ પેનના સહાયક તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જોકે આના પર અંતિમ નિર્ણય સિલેક્શન પેનલ લેશે, જેમાં કૉચ જસ્ટિન લેન્ગર અને સિલેક્ટર્સ ટ્રેવર હોન્સ સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -