સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા આજે દાયકાની શ્રેષ્ઠ વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. આ બંને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સ્થાન મળ્યું છે. વન ડે ટીમમાં કોહલી ઉપરાંત ધોની અને રોહિત શર્માને સ્થાન મળ્યું છે. ધોનીને વન ડે ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે, જ્યારે કોહલીને ટેસ્ટ ટીમનું સુકાન સોંપાયું છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વિરાટ કોહલી અંગે કહ્યું, “વિરાટ કોહલી છેલ્લા ઘણા વર્ષોથી આ રમતની સૌથી આદરણીય વ્યક્તિઓ પૈકીનો એક છે. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ” ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દાયકાની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ઈંગ્લેન્ડના 4, ઓસ્ટ્રેલિયાના 3, સાઉથ આફ્રિકાના 2, ભારત અને ન્યૂઝીલેન્ડના 1-1 ક્રિકેટને સ્થાન મળ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2010થી લઈ 2019 સુધીના પ્રદર્શનના આધારે આ ટીમની પસંદગી કરી છે.

ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા તરફથી રમતી વખતે ચાર નંબર પર બેટિંગ કરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયન ઇલેવનમાં તેણે પાંચમા નંબર પર બેટિંગ માટે પસંદ કરવામાં આવ્યો છે. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની બેટિંગ માટે પસંદગી થઈ છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરેલી દાયકાની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમઃ એલિસ્ટર કૂક, ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, વિરાટ કોહલી(કેપ્ટન), એબી ડીવિલિયર્સ, બેન સ્ટોક્સ, ડેલ સ્ટેન, સ્ટુઅર્ડ બ્રોડ, નાથન લાયન, જેમ્સ એન્ડરસન

મોદી કેબિનેટે NPR અપડેટ કરાવવાને આપી મંજૂરી, એપ દ્વારા થશે વસતી ગણતરી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કરી દાયકાની બેસ્ટ વન ડે ટીમ, ધોનીને બનાવ્યો કેપ્ટન