નવી દિલ્હીઃ સેન્સરવાળા બેટ બાદ હવે ક્રિકેટમાં માઈક્રોચિપવાળો બોલ મળવા જઈ રહ્યો છે. અહેવાલ અનુસાર માઈક્રોચિપ્ડ ક્રિકેટ બોલનું આવરણ બિગ બેશ લીગ (ઓસ્ટ્રેલિયાની મુખ્ય ઘરેલી ટી20 સ્પર્ધા)માં કરવામાં આવશે. બોલ બનાવનારી ઓસ્ટ્રેલિયાની કંપની કૂકાબુરા તેને લોન્ચ કરવા માટે તૈયાર છે. અનેક ખૂબીઓને કારણે તે આ બોલને ‘સ્માર્ટબોર્લ’કહેવામાં આવી રહ્યો છે. જણાવીએ કે, વર્લ્ડકપ દરમિયાન ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે સેન્સરવાળા બેટનો ઉપયોગ કર્યો હતો.


‘નાઇન ન્યૂઝ મેલબોર્ન’અનુસાર, મેલબોર્નની કંપની કૂકાબુરાએ રિયલ ટાઈમ ડેટા આપવા માટે બોલમાં એક માઈક્રોચિપ લગાવી છે, જેને સ્માર્ટબોલ કહેવામાં આવશે. અહેવાલ અનુસાર બોલરમાં એક ટ્રેકર લાગેલ હશે, જે ડિલીવરી કરતાં સમયે ડેટા આપતી રહેશે. જેમાં રિલીઝ પોઈન્ટ પર સ્પીડ મેટ્રિક્સ, પ્રી બાઉન્સ અને પોસ્ટ બાઉન્સ સામેલ છે. આ બોલ આવ્યા બાદ અમ્પાયર્સ ડિસીઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)માં મદદ મળશે. આ બોલ આવવાથી શંકાસ્પદ પરિસ્થિતિઓ અથવા બેટ કે પેડના ઉદાહરણોમાં બોલનો પ્રભાવી પોઈન્ટને નક્કી કરી શકાશે, જેથી સ્પિન બોલિંગ દરમિયાન ડિસીઝન લેવામાં મદદ મળશે અને નિર્ણય પર ચોક્કસ હશે.

સાથે જ બોલરમાં એક એવી વસ્તુ હશે છે રતમને નવી ઉંચાઈ પર લઈ જશે. આ બોલનો ઉપયોગ સૌથી પહેલા ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટી20 બિગ બેશમાં કરવામાં આવશે. ત્યાર બાદ વર્લ્ડ લેવલ પર તેને રજૂ કરવામાં આવશે. કહેવાય છે કે, આ ટી20 લીગમાં ખૂબ જ પ્રભાવી સાબિત થશે.