વિસ્ફોટક સેન્ચુરી સાથે આ સ્ટાર ખેલાડીએ ડોમેસ્ટિક ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ.....
લિસ્ટ-એમાં ગેઈલો કુલ 356 મેચોમાં 27 સેન્ચુરી ફટકારી છે. આઈસીસીની વેબસાઈટના અહેવાલ અનુસાર, ગેઈલે મેચ પહેલા જ જાહેરાત કરી હતી કે આ તેની છેલ્લી મેચ હશે. ઇનિંગની શરૂઆત કરવા ઉતરેલા ગેઈલને બન્ને ટીમના ખેલાડીઓએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું.
ગેઈલની સદીની મદદથી જમૈકાએ 47.4 ઓવર્સમાં 226 રનનો સ્કોર બનાવ્યો અને પછી બાર્બાડોઝને 193 રન પર ઓલઆઉટ કરી દીધું. ગેઈલ બેટિંગમાં સદી ફટકાર્યા બાદ બોલિંગમાં પણ 31 રન આપી એક વિકેટ ઝડપી હતી. તેણે મેચ બાદ કહ્યું કે, જમૈકા માટે છેલ્લી 50 ઓવરની મેચમાં સેન્ચુરી ફટકારવી ખૂબ જ સુખદ રહ્યું. હું હંમેશાથી આવું કરવાનું વિચારતો હતો. ટીમને જીત અપાવવીને તેને વધુ ખાસ બનાવે છે.
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડીઝના ઓપનર ક્રિસ ગેલે વિસ્ફોટક સેન્ચુરી સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. 39 વર્ષના ગેલે રિજનલ સુપર-50 ઓવરના મેચમાં જમૈકા સ્ક્રોપિયન્સ તરફથ રમતા બારબાડોસ પ્રાઈડ વિરૂદ્ધ 114 બોલમાં 122 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની આ શાનદાર સેન્ચુરીમાં 10 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.