કોલકાતાઃ જો તમે ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનાના ફેન છો અને શંભૂ બોસના રેસ્ટોરન્ટમાં જાવ છો તો તમને ફ્રીમાં ભોજન રકી શકો છો. ધોનીના મોટા ફેન પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં એક રેસ્ટોરાં ચલાવે છે જેનું નામ ‘એમએસ ધોની રેસ્ટોરાં’ છે. આ રેસ્ટોરાંની ખાસ વાત એ છે કે, 32 વર્ષના શંભૂ ધોનીના ફેનને ફ્રીમાં ભોજન આપે છે.
શંભૂએ આઈએએનએસને કહ્યું હતું કે આ દૂર્ગા પૂજાએ બે વર્ષ પૂરા થશે. અહીં દરેક આ સ્થાનને ઓળખે છે, લોકો અહીં ખાવા માટે આવે છે. તમે કોઈને પણ ધોનીની હોટલ વિશે પુછી લો. તમે અહીં આવી જ જશો. શંભૂને જ્યારે ધોની સાથે લગાવ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તેના જેવો કોઈ નથી. હું જ્યારે બાળક હતો ત્યારથી તેને પસંદ કરું છું. તે જે રીતે ક્રિકેટ રમે છે તેનાથી ખબર પડે છે કે લિજેન્ડ કેવી રીતે બની શકાય. તે મારા માટે પ્રેરણા છે.
શંભૂની આ નાની રેસ્ટોરન્ટમાં ખાસ રીતનું બંગાળી ખાવાનું જ મળે છે. રેસ્ટોરન્ટમાં દરેક ખૂણામાં ધોનીના પોસ્ટર છે. દિવાલ ક્યાં ખાલી છે તે પણ ખબર પડતી નથી. શંભૂએ કહ્યું હતું કે આવું જ મારા ઘર ઉપર પણ છે. ધોનીને જોઈને હું ઘણું શીખ્યો છું. હું એક દિવસ તેને મળવા માંગું છું પણ મારી પાસે સ્ટેડિયમ જઈને મેચ જોવાના પૈસા નથી.