ક્રિકેટનો ગૂંચવણભર્યો ડકવર્થ લુઇસનો નિયમ બદલાયો, શું છે નવો નિયમ ને ક્યારે થશે લાગુ, જાણો વિગતે
લેવલ ત્રણ ગુના માટે મેક્સિમમ સજા આઠ સસ્પેન્ડ અંકથી વધારીને 12 સસ્પેન્ડ પૉઇન્ટ (છ ટેસ્ટ મેચ કે 12 વનડેના બરાબર) કરી દેવામાં આવ્યા છે. આ બધા ફેરફારો 30 સપ્ટેમ્બરથી અમલી બનશે.
આ નવા ગુનાઓમાં લેવલ બે, ત્રણમાં બૉલ સાથે છેડછાડ અને છેતરપિંડીથી યોગ્ય ફાયદો ઉઠાવવાનો પ્રસાસ કરવાનું પણ સામેલ છે.
આઇસીસીએ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફની આચાર સંહિતાના હાલના ગુનાઓમાં નવા અપરાધો પણ સામેલ કર્યા છે, તથા હાલના કેટલાક ગુનામાં દંડના નિયમો બદલ્યા છે.
ડકવર્થ લુઇસની પદ્ધતિના નવી આવૃતિ 2014માં શરૂ કરવામાં આવ્યુ હતું, જે 700 વનડે અને 428 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાંથી મળેલી સૂચના પર આધારિત છે. આઇસીસીએ કહ્યું, ‘ફરીથી સ્પષ્ટતા થઇ ગઇ છે કે ડીએલએસ સિસ્ટમની બધા ફોર્મેટ માટે અનુરૂપ છે.’
નવી દિલ્હીઃ આઇસીસીએ શનિવારે ડકવર્થ લુઇસનો નિયમ અને તેની આચાર સંહિતાને અપડેટ કરવાની જાહેરાત કરી દીધી છે જે આજથી (30 સપ્ટેમ્બરથી) અમલી બની જશે.