વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે વિરાટના માનીતા ક્યા ખેલાડીને પડતો મૂકાયો ? ક્યા બે ટોપ બોલરને અપાયો આરામ ?
એવામાં મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ ટીમના મુખ્ય બોલર રહશે. જ્યારે હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
વિરાટ કોહલીના ફિટનેસને લઈને ઉઠેલા સવાલો પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલી કેપ્ટનશિપ કરશે.
ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 4 થી 8 ઓક્ટોબર સુધી રાજકોટમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ 12 થી 16 ઓક્ટોબર સુધી હૈદરાબાદમાં રમાશે.
ઉલ્લેખનીય થે ટેસ્ટ સીરીઝ બાદ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારત પાંચ મેચોની વનડે સીરીઝ અને ત્રણ મેચની ટી-20 સીરીઝ રમશે.
ભારતી ટીમ: વિરાટ કોહલી(કપ્તાન), કેએલ રાહુલ, પૃથ્વી શૉ. મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિક્ય રહાણે(ઉપ કપ્તાન), હનુમા વિહારી, રિષભ પંત (વિકેટકીપર), આરા અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ, શાર્દુલ ઠાકુર
નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) એ ટીમની જાહેરાત કરી દીધી છે. ઘરેલૂ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરનારા મયંક અગ્રવાલને પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન નબળો દેખાવ કરનાર સલામી બેટ્સમેન શિખર ધવન પડતો મુકાયો છે સાથે રોહિત શર્માને પણ સ્થાન આપવામાં આવ્યું નથી.
આ સીરીઝ માટે પૃથ્વી શૉને એકવાર ફરી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પૃથ્વી અને મયંક આ સીરીઝ સાથે આતંરરાષ્ટ્રીય ડેબ્યૂ કરી શકે છે. બીજી તરફ પસંદગીકર્તાઓએ જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. તે સિવાય ઇશાંત શર્મા અને હાર્દિક પંડ્યાને પણ આ સીરીઝમાંથી બહાર રાખવામાં આવ્યા છે.