લીગ રાઉન્ડ 29 માર્ચથી શરૂ થશે અને 17 મે સુધી ચાલશે. આપણે જણાવી દઈએ કે ગત વર્ષે લીગ રાઉન્ડ 44 દિવસ સુધી લાગ્યા હતા. જ્યારે આ વખતે આ 50 દિવસ સુધી ચાલશે. મીડિયા રિપોર્ટ મુજબ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે જણાવ્યું કે આ વર્ષે માત્ર 6 દિવસ દરમિયાન એક દિવસમાં 2 મેચ રમાશે અને એ પણ બધા રવિવારે જ રમાશે. જો કે, આ વખતે ક્રિકેટ ફેન્સ આઈપીએલની સાથે ઓલ સ્ટાર ગેમનું પણ આતુરતાથી રાહ જોઈને બેઠા છે.
નોંધનીય છે કે, વિતેલા મહિને નવી દિલ્હીમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મળેલ મહત્ત્વની બેઠકમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઓલ સ્ટાર ગેમની જાહેરાત કરી હતી, ઓલ સ્ટાર મેચ 25 માર્ચના રોજ રમાશે. જેમાં એમએસ ધોનીની કેપ્ટનશિપમાં વિરાટ કોહરી અને રોહિત શર્મા રમતા જોવા મળી શકે છે. અહેવાલ છે કે આ મેચ 25 માર્ચના રોજ મુંબઈમાં રમાશે.
જણાવીએ કે, આઈપીએલના ઇતિહાસમાં પ્રથમ વખત ઓલ સ્ટાર મેચનું આયોજન કરવામાં આવશે, તેમાં તમામ આઠ ફ્રેન્ચાઝીના ખેલાડી સામેલ હશે. આ મેચ ઉત્તર અને પૂર્વ ભારતની ચાર ફ્રેન્ચાઈઝી કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાીટ રાઈડર્સ અને દક્ષિણ અને પશ્ચિમ ભારતની ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપરકિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઈઝ હૈદ્રાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓની વચ્ચે રમાશે.