મહેન્દ્ર સિંહ ધોનીની પાછળ-પાછળ ચાલે છે નસિબ, આ છે સૌથી મોટો પૂરાવો
ધોની વનડેમાં આ રેકોર્ડ બનાવનાર ભારતના પહેલા અને વિશ્વના ત્રીજા કેપ્ટન બન્યા છે. ધોની પહેલા ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 230 મેચ અને ન્યૂઝિલેન્ડના સ્ટીફન ફ્લેમિંગ 218 મેચમાં કેપ્ટનશીપ કરી હતી. પોતાની કેપ્ટનશીપમાં ભારતને 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતાવી ચુક્યા છે. ધોની ઓક્ટોબર 2016માં ટી 20 અને વનડેથી કેપ્ટનશીપ છોડી દીધી હતી. વિરાટ કોહલી ત્રણે પ્રારુપમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય ટીમના અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીને અચાકન જ અફઘાનિસ્તાન વિરૂદ્ધના મેચમાં કેપ્ટનશીપ કરવાની તક મળી અને આ સાથે જ તેણે ઈતિહાસ રચ્યો. તે 696 દિવસ બાદ ટીમ ઇન્ડિયાની કમાન સંભાળવા મેદાન પર ઉતર્યા અને કેપ્ટન તરીકે પોતાની 200મી વનડે મેચ રમી અને આવું કરનાર તે પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયા.
ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં ભારતની કેપ્ટનશીપ કરી રહેલા રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન શિખર ધવન બંનેને ટીમ મેનેજમેન્ટે મેચ દરમિયાન આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. આવી સ્થિતિમાં કેપ્ટનશીપની જવાબદારી 696 દિવસો પછી એક વખત ફીથી મહેન્દ્ર સિંહ ધોનીના ખભા પર આવી ગઇ હતી. આમ જે રેકોર્ડ આવવાનો રહી ગયો હતો તે ધોનીના રેકોર્ડબુકમાં આવી ગયો હતો.
મહેન્દ્ર સિંહ ધોનીએ મેચમાં કેપ્ટની કરવાની સાથે સાથે તેઓ ભારતના સૌથી ઉંમરલાયક કેપ્ટન પણ બની ગયા છે. 37 વર્ષ અને 80 દિવસના ધોની મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો હતો. તેમણે 36 વર્ષ 124 દિવસની ઉમરમાં ટીઇમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -