✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ગુજરાતી ક્રિકેટરને ભારતે 5 વર્ષમાં 5 વન-ડેમાં જ રમાડ્યો, હવે વિદેશી ટીમ માટે વરસાવ્યા રન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 May 2018 07:09 AM (IST)
1

પૂજારા પર ટેસ્ટ પ્લેયરનું ટેગ એટલા માટે પણ લાગી ગયું છે કેમ કે, તેને મર્યાદિત ઓવરમાં રમવાની તકો જ નથી મળી. 2013માં ડેબ્યૂ કરનારા પૂજારાને છેલ્લા પાંચ વર્ષમાં માત્ર પાંચ વન-ડે રમવાની તક મળી છે, જેમાં તેણે 10.20 રનની એવરેજથી માત્ર 51 રન બનાવ્યા. ટી20માં તો તેને આજ સુધી તક મળી જ નથી.

2

2010માં ડેબ્યૂ કરનારો સૌરાષ્ટ્રનો આ બેટ્સમેન અત્યાર સુધી ભારત માટે 57 ટેસ્ટ રમી ચૂક્યો છે જેમાં તેણે 4496 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 17 અર્ધસદી ફટકારી છે. પૂજારાનું ડિફેન્સ એટલું જબરદસ્ત છે કે, તેની તુલના ‘ધ વૉલ’ રાહુલ દ્રવિડ સાથે થાય છે. એટલું જ નહીં પૂજારાની એવરેજ પણ વિરાટ કોહલીની આસપાસ રહી છે. પૂજારાએ 50.51 રનની એવરેજથી રન બનાવ્યા છે.

3

ESPN ક્રિકઈન્ફો ડેટા અનુસાર પૂજારાએ રૉયલ કપમાં યૉર્કશાયર માટે પ્રથમ મેચ 18મેના રોજ ડરહમ વિરુદ્ધ રમી હતી જેમાં તેણે 82 રનની ઈનિંગ રમી હતી. બીજી મેચમાં તેણે 73 રન ફટકાર્યા હતા. ત્રીજી મેચમાં સેન્ચુરી ફટકારી હતી. બાદમાં ચોથી મેચમાં પણ પૂજારાએ 75 રનની અણનમ ઈનિંગ રમી ટીમને જીત અપાવી દીધી. હજુ આ ટૂર્નામેન્ટમાં વધુ ચાર મેચો બાકી છે અને જો તે આ જ ફોર્મ સાથે રમતો રહ્યો તો તે સીઝનનો ટૉપ સ્કોરર બની શકે છે.

4

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝન ખત્મ થઈ ગઈ છે પરંતુ ટીમ ઇન્ડિયાનો એક ક્રિકેટ હજુ પણ મેદાન પર છે અને તે પોતાની બેટિંગથી ધૂમ મચાવી રહ્યો છે. ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ રોયલ લંડન કપમાં ટીમ ઇન્ડિયાના બેટ્સમેન ચેતેશ્વર પુજારા જબરદસ્ત ફોર્મમાં છે. પુજારાએ યોર્કશાયર માટે રમતાં 4 મેચમાં 331 રન બનાવ્યા છે. પુજારાએ દરેક મેચમાં હાફ સેન્ચુરી ફટકારી છે. તેના નામે 3 હાફ સેન્ચુરી અને 1 સેન્ચુરી છે. જોકે વન-ડેમાં પુજારાના આવા પ્રદર્શન પર ભાગ્યે જ કોઈને વિશ્વાસ થાય, કારણ કે પૂજારાને ભારતમાં માત્ર ટેસ્ટ પ્લેયરનો જ દરજ્જો મળ્યો છે. તેને વન-ડે ટીમમાં સ્થાન પણ મળતું નથી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ ગુજરાતી ક્રિકેટરને ભારતે 5 વર્ષમાં 5 વન-ડેમાં જ રમાડ્યો, હવે વિદેશી ટીમ માટે વરસાવ્યા રન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.