નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વાઈસ કેપ્ટન રોહિત શર્માનું માનવું છે કે, યુવા રિષપ પંત પાસે વર્લ્ડકપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં શરૂમાં જ વધારે આશા રાખવી યોગ્ય નથી. દિલ્હીના આ બેટ્સમેનને વિજય શંકરની જગ્યાએ ટીમમાં સામેલ કરવો ચર્ચાનો વિષય રહ્યા. ઈંગ્લેન્ડ સામે 31 રને હાર્યા બાદ રોહિત શર્માને જ્યારે પૂછવામાં આવ્યું કે વિરાટ કોહલીના આઉટ થતાં રિષભ પંતને નંબર ચાર પર જોઈને શું તમને આશ્ચર્ય થયું હતું.


રોહિતે મજાકના અંદાજમાં તેનો જવાબ આપીને બધાને ચૂપ કરી દીધા. રોહિતે કહ્યું કે પંતને ચાર નંબર પર બેટિંગ કરતા આવતો જોઈને તેને બિલકુલ આશ્ચર્ય નહોતું થયું. તેણે કહ્યું કે, તમે બધા ઈચ્છતા હતા કે પંત ચાર નંબરે રમે. ભારતથી લઈને ઈંગ્લેન્ડ આવ્યા સુધી દરેક વ્યક્તિ પૂછી રહી હતી કે ક્યાં છે પંત, ક્યાં છે તે... તો તે નંબર ચાર પર છે. પંતે ઇંગ્લેન્ડ સામે 29 બોલરમાં 32 રન ફટકાર્યા હતા.



રોહિત શર્માએ કહ્યું કે પંત જેવા પ્લેયરને પણ મેદાન પર આવીને સેટ થવાની તક મળવી જોઈતી હતી. આમ પણ આ તેની વર્લ્ડ કપની પહેલી મેચ હતી, તેથી તેની પાસેથી વધુ આશા પણ યોગ્ય નથી. તેને મેદાન પર વધુ સમય મળે એટલા માટે હાર્દિકના સ્થાને ચાર નંબર પર મોકલવામાં આવ્યો.