Washington Sundar in Team India: ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત આજથી એટલે કે 18મી જાન્યુઆરીથી થઇ રહી છે. બન્ને ટીમોની વચ્ચે સીરીઝની પહેલી મેચ આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જોકે, ખાસ વાત છે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની ટીમ ઇન્ડિયામાં આજે સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ નહીં જોવા મળે, આજે રોહિત શર્મા અક્ષર પટેલની જગ્યાએ બીજા ડાબોડી ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરને ટીમની પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપી શકે છે.  


વૉશિંગટન સુંદર કરશે અક્ષર પટેલને રિપ્લેસ - 
રિપોર્ટ છે કે, આજે પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ડાબોડી ઓલરાઉન્ડ અક્ષર પટેલની ગેરહાજરીને પુરવા માટે વૉશિંગટન સુંદરને રમાડી શકે કે, કેમ કે અક્ષર પર્સનલ કારણોસર ટીમમાંથી બહાર છે, અને વૉશિંગટન સુંદર પણ ડાબોડી ઓલરાઉન્ડર હોવાથી અક્ષર પટેલને રિસ્પેસ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અક્ષર પટેલે શ્રીલંકા વિરુદ્ધ જબરદસ્ત બેટિંગ અને બૉલિંગ કરીને તમામનું ધ્યાન ખેંચ્યુ છે, જોકે, હાલમાં તે વનડે સીરીઝમાંથી બહાર છે. 


વૉશિંગટન સુંદર - બેટ અને બૉલ બન્નેથી કરી શકે છે કમાલ- 
વૉશિંગટન સુંદર ભારતીય ટીમ માટે ખુબ ઉપયોગી ઓલરાઉન્ડર ખેલાડી છે. તેને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે સીરીઝમાં બેટ અને બૉલ બન્નેથી કમાલ કર્યો હતો, તેનુ પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. વળી, ટી20 વર્લ્ડકપ બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ગયેલી ટીમ ઇન્ડિયા માટે વૉશિંગટન સુંદરે કમાલની બેટિંગ કરી બતાવી હતી. આવામાં કીવી ટીમ વિરુદ્ધ વૉશિંગટન સુંદરને આજે મોકો મળી શકે છે.


પ્રથમ વનડે માટે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન -


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મોહમ્મદ શમી. 


ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ફિન એલન, ડેવૉન કૉન્વે, હેનરી નિકોલસ, ટૉમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, લૂકી ફર્ગ્યૂસન, બ્લેયર ટિકનર, આટા બ્રેસવેલ.