સિડનીઃ કોરોના કાળમાં બંધ પડેલી ક્રિકેટને વધુ એક ફટકો પડ્યો છે, કેમકે કોરોના કાળમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ આઉટડૉર પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે હવે જાણકારી મળી છે કે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને ઇંગ્લેન્ડમાં રમાનારી લિમીટેડ ઓવરોની સીરીઝની તૈયારીઓ કરવાનુ કહ્યું છે, કેમકે ઓસ્ટ્રેલિયા જાણે છે કે હવે ટી20 વર્લ્ડકપનું આયોજન સંભવ નથી.


લૉકલ મીડિયાના રિપોર્ટ પ્રમાણે, આ અઠવાડિયામાં ટી20 વર્લ્ડકપને સત્તાવાર રીતે સ્થગિત કરી દેવામાં આવશે.

મનાઇ રહ્યું છે કે કોરોનાના વધતા પ્રકોપને જોતા ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 18 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપને સ્થગિત કરી શકે છે. જો વર્લ્ડકપ કેન્સલ થશે તો આઇપીએલ 2020ના આયોજનની પુરેપુરી સંભાવના છે.



ઓસ્ટ્રેલિયન અખબાર ડેલી ટેલિગ્રાફના અહેવાલ અનુસાર, 2020 ટી20 વર્લ્ડકપનુ આ સપ્તાહમાં સ્થગિત થવુ નક્કી છે. આ કારણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને ઇંગ્લેન્ડ વિરુદ્ધ લિમીટેડ ઓવરોની સીરીઝની તૈયારીઓ કરવાનુ કહેવામાં આવ્યુ છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ હાલ ઇંગ્લેન્ડ વિરુદ્ધની સીરીઝની તૈયારીઓમાં જોડાઇ ગયા છે, અને આ સીરીઝ આગામી સપ્ટેમ્બરમાં રમાવવાની છે.