ડ્વેન બ્રાવોએ ધોની માટે સોશ્યલ મીડિયા પર એક સોન્ગ રિલીઝ કર્યુ છે, જે હેલિકૉપ્ટર 7 માટેનુ છે. આ ગીતમાં ધોનીની ક્રિકેટ કેરિયરને જબરદસ્ત રીતે દર્શાવી છે. ખાસ વાત છે કે ડ્વેન બ્રાવો ધોનીનો ચેન્નાઇ સુપરકિગ્સનો સાથે પણ છે. ચેન્નાઇ સુપરકિંગ્સે બ્રાવોનુ આ સોન્ગ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર સોમવારની રાત્રે શેર કર્યુ હતુ.
CSKએ બ્રાવોના ગીતને શેર કરતા લખ્યું- હેલિકૉપ્ટર 7એ ઉડાન ભરી લીધી છે. ડ્વેન બ્રાવોનો થાલા એમએસ ધોનીને ટ્રિબ્યૂટ. હેપ્પી બર્થડે એમએસ ધોની.
બ્રાવોના આ ગીતને સોશ્યલ મીડિયા પર ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગણતરીના કલાકોમાં આ ગીતને લાખોની સંખ્યામાં વ્યૂઝ મળ્યા છે.