2023 Asia Cup All Teams Squad: 2023 એશિયા કપ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. એશિયન ક્રિકેટની આ મહાન લડાઈ 30 ઓગસ્ટથી શરૂ થવાની છે. આ ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેશે. જોકે, અત્યાર સુધી ભારત સહિત માત્ર ચાર દેશોએ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.


હાઇબ્રિડ મૉડલ અંતર્ગત રમાશે એશિયા કપ 2023 
મહત્વપૂર્ણ છે કે એશિયા કપ 2023ની પ્રથમ મેચ મુલતાનમાં રમાશે. આ પછી 3 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે લાહોરમાં મેચ રમાશે. 5 સપ્ટેમ્બર અને 6 સપ્ટેમ્બરે લાહોરમાં પણ મેચો યોજાશે. આ સિવાયની બાકીની 9 મેચ શ્રીલંકામાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.


2 સપ્ટેમ્બરે રમાશે ભારત-પાકિસ્તાન મેચ - 
2023 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. ગઇ વખતની જેમ આ વખતે પણ ભારત અને પાકિસ્તાનની મેચ બે વખત જોવા મળી શકે છે. જોકે, જો બંને ટીમો ફાઇનલમાં પહોંચશે તો ભારત-પાકિસ્તાનની મેચ ત્રણ વખત જોવા મળશે.


2023 એશિયા કપ માટે ભારતની 17-સભ્યોની ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (રિઝર્વ વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા. 


2023 એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમ - 
બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, સલમાન આગા, ઇફ્તિખાર અહેમદ, તૈયબ તાહિર, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ, હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન આફ્રિદી.


2023 એશિયા કપ માટે બાંગ્લાદેશની ટીમ -  
શાકિબ અલ હસન (કેપ્ટન), લિટન દાસ, તન્ઝીદ હસન તમીમ, નજમૂલ હૂસૈન શાંતો, તૌહીદ હ્રિદોય, મુશફિકૂર રહીમ, મેહદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, મુસ્તફિઝૂર રહેમાન, હસન મમ્હુદ, મહેદી હસન, નસૂમ હસન, શમીમ હૂસૈન, અફીફ હૂસૈન, શોરફુલ ઈસ્લામ, ઈબાદત હૂસૈન, મોહમ્મદ નઈમ.


2023 એશિયા કપ માટે નેપાળની ટીમ - 
રોહિત પૌડેલ (કેપ્ટન), કુશલ ભુર્તેલ, આસિફ શેખ, ભીમ શાર્કી, કુશલ મલ્લા, આરિફ શેખ, દીપેન્દ્ર સિંહ એરી, ગુલશન ઝા, સોમપાલ કામી, કરણ કેસી, સંદીપ લામિછાને, લલિત રાજબંશી, પ્રતિશ જીસી, મૌસમ ધકલ, સંદીપ જોરા, કિશોર મહતો અને અર્જૂન સઈદ.