ઈંગ્લેન્ડ સામે રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની પેટરનીટિ લીવથી વાપસી થઇ છે જ્યારે કે બોલર ઇશાંત શર્માની ઇજા ઠીક થઇ જતા તે પણ ફરીથી જોડાશે. જો કે સૌના આશ્ચર્ય વચ્ચે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યુ કરનાર ટી નટરાજનને આ વખતે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. સાથે જ ગુજરાતના લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલને પણ સ્થાન અપાયુ છે.

ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝની પહેલી બે મેચો માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે, ચેતન શર્માની આગેવાનીમાં નવી સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદ તરત જ આગામી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે પ્રથમ બે મેચો માટે પ્લેયર્સનું સિલેક્શન કરી લીધું છે. ઇંગ્લેન્ડ સિરીઝની પહેોલી 18 સભ્યો વાળી સ્ક્વોડમાં કેપ્ટ્ન કોહલી, ઇશાંત શર્મા અને હાર્દિક પંડયાની વાપસી થઇ છે અને સાથે જ ઓલરાઉન્ડર અક્ષય પટેલને પણ સામેલ કરવામાં આવ્યો છે.

જોકે કેટલાક એવા ખેલાડી પણ છે જેને ટીમમાં સ્થાન નથી મળ્યું અને તેને લઈને ફેન્સ ઘણાં નારાજ છે. આવો જાણીએ ક્યા ખેલાડીને સ્થાન ન મળતા ફેન્સ થયા નારાજ.

શાહબઝ નદીમ

ભારતના સ્ટાર સ્પિન બોલર શાહબાઝ નદીમને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી ટેસ્ટ સીરીઝમાં સ્થાન આપવામાં નથી આવ્યું. તેની જગ્યાએ આ વખતે સિલેક્ટર્સે અક્ષર પટેલને ટીમમાં સ્થાન આપ્યું છે. या।

આ આશ્ચર્યજનક નિર્ણય છે. શાહબાઝ નદીમ આ પહેલા ભારતીય ટીમમાં કુલદીપ યાદવની ગેરહાજરીમાં ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે. આશા હતી કે જાડેજાની ગેરહાજરીમાં તેને સ્થાન મળશે. પરંતુ સિલેક્ટર્સે તેના પર ભરોસો ન વ્યક્ત કર્યો અને અનુભવની દૃષ્ટિએ તેને ટીમમાં સ્થાન મળવું જોઈતું હતું પરંતુ સિલેક્ટર્સે તેને અવગણ્યો. સ્પિન બોલિંગ માટે ટીમમાં કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પેટલને સામેલ કરવામાં આવ્યો છે.

ભુવનેશ્વર કુમાર

ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે આગામી ટેસ્ટ સીરીઝ માટે આશા હતી કે ભુવનેશ્વર કુમારને ટેસ્ટ ટીમમાં સ્થાન મળશે. ઇજાને કારણે લાંબા સમયથી ટીમમાંથી બહાર ચાલી રહેલ ભુવનેશ્વર કુમાર હાલમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું પ્રતિનિધિત્વ કરે છે.

ભુવનેશ્વર કુમારનું પ્રદર્શન જોતા ઘરેલુ ક્રિકેટમાં તેની ફિટનેસ સારી જોવા મળી રહી છે. જેના કારણે તેને ટીમમાં સમાવવામાં આવશે તેવી આશા હતી પરંતુ તેને સ્થાન ન મળ્યું. ફાસ્ટ બોલરોમાં ટીમ ઇન્ડિયામાં મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા સામેલ છે.

ટી નટરાજન

ભારતીય ટમના સિલેક્ટર્સે ટી નચરાજનને ટેસ્ટ ટીમમાંથી બહાર કર્યો ચે. હાલમાં જ બ્રિસ્બેનમાં રમાયેલ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ મેચ દરમિયાન નટરાજને પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. નટરાજને પ્રથમ ઇનિંગમાં કુલ 3 વિકેટ લીધી હતી.

નટરાજને ડેબ્યૂ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરવાં છતા ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનાર આગામી ટેસ્ટ સીરીઝમાં તેના પર સિલેક્ટરેસ વિશ્વાસ વ્યક્ત ન કર્યો. જોકે પ્રદર્શનની દ્રષ્ટિએ જોઈએ તો માત્ર એક મેચના આધારે તેને ટીમમાંથી બહાર ન કરવો જોઈએ. તે ટીમમાં સ્થાન મેળવવાનો હકદાર હતો. નટરાજ ઉપરાંત નવદીપ સૈનીને પણ ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.