IPL 2021: ગત ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે શ્રીલંકાના ફાસ્ટ બોલર અને આઈપીએલમાં સર્વાધિક વિકેટ લેનારા લસિથ મલિંગાને આગામી સિઝન પહેલા રિલીઝ કરી દીધી છે. આઈપીએલમાં 122 મેચ રમી ચૂકેલા મલિંગાએ 170 વિકેટ ઝડપી હતી જે આ લીગમાં સૌથી વધુ વિકેટ છે જેમાં તેનો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 13 રન આપીને પાંચ વિકેટ લેવાનો છે.


ફ્રેન્ચાઈજીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “મુંબઈ ઈન્ડિયન્સે સાત ખેલાડીઓને રિલીઝ કર્યા છે જેમાં શ્રીલંકાના મહાન ખેલાડી લસિથ મલિંગા, ન્યૂઝીલેન્ડના મિશેલ મેકલેનાધન, નાથન કુલ્ટર નીલ અને જેમ્સ પેટિનસન, શેરફાને રદરફોર્ડ, પ્રિન્સ બલવંત રાય અને દિગ્વિજય દેશમુખ સામેલ છે. ” ગત સિઝનમાં મુંબઈએ જેમ્સ પેટિનસને મલિંગાને જગ્યાએ સામેલ કર્યો હતો. કારણ કે મલિંગાએ અંગત કારણોસર રમવાનો ઈનકાર કરી દીધો હતો.


મુંબઈએ કયા ખેલાડીઓને કર્યા રિટેન ?

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા, ક્વિન્ટન ડિકૉક, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને કીરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા સામેલ છે.

નિવેદન અનુસાર પાંચ વખત ચેમ્પિયન પાસે પોતાની ટીમમાં 18 ખેલાડી છે અને સાત ખેલાડીની જગ્યાએ તે બીજા ખેલાડીઓને સામેલ કરી શકે છે. જેને મિની ઓક્સનમાં લેશે. ટીમ આગામી સત્ર માટે ચાર વિદેશી ખેલાડી પંસદ કરી શકે છે.