South Africa Vs Ireland 3rd ODI: ક્રિકેટ જગતમાં ઘણી વખત એવું જોવા મળ્યું છે કે જ્યારે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી કમબેક કરે છે. આ પહેલા પણ ઘણા પાકિસ્તાની ખેલાડીઓ આવું કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે એક વિચિત્ર સ્થિતિ સામે આવી છે. ખરેખરમાં, એક ખેલાડીએ 5 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ ટીમની અચાનક ખરાબ હાલતને કારણે આ ખેલાડીને મેદાનમાં ઉતરવું પડ્યું હતું. આ ખેલાડી બીજું કોઈ નહીં પરંતુ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ સ્ટાર જેપી ડ્યૂમિની છે. જેપી ડ્યૂમિની એક ઈન્ટરનેશનલ મેચ દરમિયાન અચાનક રમતા જોવા મળ્યો હતો.
જાણો શું છે આખો મામલો
દક્ષિણ આફ્રિકા અને આયરલેન્ડની ટીમો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાએ આ સીરીઝની પ્રથમ બે મેચ જીતી લીધી હતી અને હવે ત્રીજી મેચ દરમિયાન કંઈક એવું થયું જેનાથી ફેન્સ ખૂબ જ ચોંકી ગયા. આ મેચમાં જેપી ડ્યૂમિની અચાનક જ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. જેપી ડ્યૂમિની હાલમાં દક્ષિણ આફ્રિકાની ટીમના કૉચ છે.
ખરેખરમાં, આ સીરિઝનું આયોજન UAEમાં કરવામાં આવી રહ્યું છે. UAEમાં રમાઈ રહેલી આ સીરીઝ દરમિયાન ખેલાડીઓ ત્યાંની ગરમીથી ખૂબ જ પરેશાન છે. સીરીઝની ત્રીજી મેચમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ ગરમીના કારણે ખૂબ જ થાકી ગયા હતા. ટીમમાં ખેલાડીઓની અછત જોઈને અચાનક કૉચ ડ્યૂમિનીને ફિલ્ડિંગ માટે આવવું પડ્યું હતું.
કેવી રહી જેપી ડ્યૂમિનીની કેરિયર
જેપી ડ્યૂમિની દક્ષિણ આફ્રિકાના મહાન ખેલાડીઓમાંથી એક છે. તેણે ક્રિકેટમાં ઘણા મોટા કારનામા કર્યા છે. તેણે સપ્ટેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો આપણે તેની કારકિર્દી પર નજર કરીએ તો તેણે દક્ષિણ આફ્રિકા માટે 46 ટેસ્ટ, 199 વનડે અને 81 ટી20 મેચ રમી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 2103 રન બનાવ્યા છે અને 42 વિકેટ લીધી છે. આ સિવાય ODI ક્રિકેટમાં તેણે 5117 રન બનાવ્યા અને 69 વિકેટ લીધી. T20 ઈન્ટરનેશનલની વાત કરીએ તો તેણે આ ફોર્મેટમાં 1934 રન બનાવ્યા અને 21 વિકેટ લીધી. જેપી ડ્યૂમિનીની કારકિર્દી પર નજર કરીએ તો એવું લાગે છે કે તે એવા સ્ટાર ખેલાડીઓમાંથી એક છે જેમને દક્ષિણ આફ્રિકા આજે પણ મિસ કરે છે.
આ પણ વાંચો