India vs Australia 4th Test Live Streaming: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ 1-1થી બરાબર છે. અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે અને હવે ચોથી ટેસ્ટ મેચ ગુરુવાર 26 ડિસેમ્બરથી રમાશે. આ મેચને બૉક્સિંગ ડે ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે.


બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી હેઠળ રમાઈ રહેલી આ સીરીઝની શરૂઆત ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત સાથે કરી હતી. સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતે કાંગારૂઓને 295 રનથી હરાવ્યું હતું. આ પછી ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટ 10 વિકેટે જીતીને સ્કૉર બરાબરી કરી લીધો હતો. ત્યારબાદ ત્રીજી ટેસ્ટ મેચ ડ્રૉ રહી હતી. હવે બંને ટીમો ચોથી ટેસ્ટમાં આમને સામને ટકરાશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ ક્યારે રમાશે ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ગુરુવાર, 26 ડિસેમ્બરથી રમાશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ક્યાં રમાશે ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ મેલબૉર્નના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ કેટલા વાગ્યાથી શરૂ થશે ? 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ભારતીય સમય અનુસાર સવારે 5 વાગ્યે શરૂ થશે. મેચનો ટૉસ ભારતીય સમય મુજબ સવારે 4.40 કલાકે થશે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ ક્યાં અને કઇ રીતે લાઇવ જોઇ શકશો ? 
તમે સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક પર ભારતમાં ટીવી પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ લાઈવ જોઈ શકશો. આ સિવાય મોબાઈલ પર મેચ જોઈ રહેલા દર્શકો ડિઝની હૉટસ્ટાર એપ પર આ ટેસ્ટ સ્ટ્રીમ કરી શકશે. તમે ABP ન્યૂઝ વેબસાઈટ abplive.com પર પણ આ મેચ સંબંધિત તમામ અપડેટ્સ મેળવી શકશો.


મેલબૉર્ન ટેસ્ટમાં આ ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર 
મેલબૉર્નમાં રમાનારી બૉક્સિંગ ડે ટેસ્ટમાં તમામની નજર કેએલ રાહુલ પર રહેશે. તેણે બૉક્સિંગ ડે ટેસ્ટમાં બે સદી ફટકારી છે. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત પણ બૉક્સિંગ ડે ટેસ્ટથી કરી હતી. આ સિવાય તમામની નજર વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંતના પ્રદર્શન પર છે.


આ પણ વાંચો


Rohit Injury: ચોથી ટેસ્ટ પહેલા રોહિત શર્મા ઇજાગ્રસ્ત, પ્રેક્ટિંગ દરમિયાન ઘૂંટણમાં બૉલ વાગતા જવું પડ્યુ બહાર