Rohit Sharma Knee Injury At MCG: રોહિત શર્માની ઈજાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય કેપ્ટન રોહિત શર્મા નેટ્સમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. મેલબૉર્નમાં 26 ડિસેમ્બરથી રમાનારી બૉક્સિંગ ડે ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી બૉક્સિંગ ડે ટેસ્ટ મેલબૉર્નમાં રમાશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે મેલબૉર્નમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્માને ડાબા ઘૂંટણ પર બૉલ વાગ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે બૉલ વાગ્યા પછી પણ રોહિત શર્માએ થોડો સમય બેટિંગ કરી, પરંતુ તે અસહજ દેખાઈ રહ્યો હતો. બૉલ રોહિતના પેડના ફ્લૅપ પર વાગ્યો હતો. રોહિત થ્રૉડાઉનનો સામનો કરી રહ્યો હતો.
ભારતીય કેપ્ટનની ઈજા કેટલી ગંભીર છે અને તે બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભાગ લઈ શકશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી. ઈજા પછી રોહિત શર્મા ખુરશી પર બેસી ગયો અને ફિઝિયોએ આઈસ પેક લગાવ્યું. જોકે, થોડા સમય પછી રોહિત આરામદાયક સ્થિતિમાં દેખાયો. શરૂઆતમાં તેને દુઃખાવો થતો દેખાયો. રિપૉર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઈજા બહુ ગંભીર નથી અને બૉક્સિંગ ડે ટેસ્ટમાં હજુ થોડા દિવસો બાકી છે.
પ્રથમ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહે સંભાળી હતી ટીમની કમાન
નોંધનીય બાબત એ છે કે, રોહિત શર્મા સીરીઝની પ્રથમ ટેસ્ટમાં ઉપલબ્ધ નહોતો. તેની ગેરહાજરીમાં વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. પ્રથમ ટેસ્ટ પર્થમાં રમાઈ હતી, જ્યાં બુમરાહની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. આ પછી, ભારતે રોહિત શર્માની કેપ્તાની હેઠળ આગામી બે ટેસ્ટ રમી જેમાં એકમાં હારનો સામનો કરવો પડ્યો અને બીજી ડ્રૉમાં સમાપ્ત થઈ.
રોહિત શર્માનો ફ્લૉપ શૉ યથાવત
રોહિત બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં અત્યાર સુધી 2 ટેસ્ટ રમ્યો છે. ભારતીય કેપ્ટન બંને ટેસ્ટમાં ફ્લૉપ રહ્યો છે. બે મેચની 3 ઇનિંગ્સમાં હિટમેનના બેટમાંથી માત્ર 19 રન જ આવ્યા છે.
આ પણ વાંચો
IND vs AUS: અશ્વિનનો નિવૃતિનો નિર્ણય સાંભળી ચોંકી ગયો હતો જાડેજા, કહ્યું, મને તેનો...