નવી દિલ્હીઃ આઇપીએલ 2020 માટે ખેલાડીઓનું ઓક્શન રજિસ્ટ્રેશન ખતમ થઇ ચૂક્યુ છે, બીસીસીઆઇએ આ અંગે માહિતી આપી છે, તે પ્રમાણે કુલ 971 ક્રિકેટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે અને જગ્યા માત્ર 73 ખેલાડીઓની જ છે. આ માટે આ મહિનાની 19 તારીખે કોલકત્તામાં ઓક્શન યોજાવવાનું છે. જોકે, આ બધાની વચ્ચે એક ચોંકવનારી વાત સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં આઇપીએલ રમવામાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને વધુ રસ છે.

આઇપીએલ 2020ની ક્રિકેટરોની હરાજીમાં રજિસ્ટ્રેશનનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. બીસીસીઆઇના રિપોર્ટ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાંથી સૌથી વધુ ક્રિકેટરોએ આઇપીએલ માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, આ આંકડો 55 ખેલાડીનો છે. એટલે માની શકાય કે ઓસ્ટ્રેલિયાન ક્રિકેટરો ભારતમાં આઇપીએલ રમવા માટે સૌથી વધુ રસ ધરાવે છે.



ઓક્શન રજિસ્ટ્રેશન પ્રમાણે જોઇએ તો, આ લિસ્ટમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ 55 છે, બાદમાં દક્ષિણ આફ્રિકાના 54, શ્રીલંકાના 39, ન્યૂઝીલેન્ડના 24, ઇંગ્લેન્ડના 22, વેસ્ટ ઇન્ડિઝના 34, આફઘાનિસ્તાનના 19, બાંગ્લાદેશના 6, ઝિમ્બાબ્વેના 3, નેધરલેન્ડ અને અમેરિકાના 1-1 ક્રિકેટરે ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.



આઇપીએલ 2020ની હરાજીમાં 73 જગ્યાઓ માટે 971 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, જેમાં 713 ભારતીય અને 258 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 55 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

IPL 2020: કઇ ટીમ ખરીદી શકશે સૌથી વધુ ખેલાડીઓ, કોની પાસે છે સૌથી વધુ રૂપિયા...

ચેન્નાઇ સુપર કિંગ્સ - 5 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 14.60 કરોડ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ - 11 (5 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.85 કરોડ રૂપિયા
કિંગ્સ ઇલેવન પંજાબ - 9 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 42.70 કરોડ રૂપિયા
કોલકત્તા નાઇટ રાઇડર્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 35.65 કરોડ રૂપિયા
મુંબઇ ઇન્ડિયન્સ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 13.05 કરોડ રૂપિયા
રાજસ્થાન રૉયલ્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 28.90 કરોડ રૂપિયા
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુંરુ - 12 (6 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.90 કરોડ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 17.00 કરોડ રૂપિયા