નિયમ પ્રમાણે, આઇપીએલ 2020માં માત્ર 73 ખેલાડીઓની જ જગ્યા ભરવાની છે, અને આ ઓક્શનમાં આઇપીએલની આઠ ટીમો ભાગ લેશે. જેથી અમે તમને અહીં બતાવીએ છીએ કે કઇ ટીમ પાસે કેટલા રૂપિયા પર્સ છે અને કેટલા ખેલાડીઓની ખરીદી કરી શકશે.
IPL 2020: કઇ ટીમ ખરીદી શકશે સૌથી વધુ ખેલાડીઓ, કોની પાસે છે સૌથી વધુ રૂપિયા...
ચેન્નાઇ સુપર કિંગ્સ - 5 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 14.60 કરોડ રૂપિયા
દિલ્હી કેપિટલ્સ - 11 (5 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.85 કરોડ રૂપિયા
કિંગ્સ ઇલેવન પંજાબ - 9 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 42.70 કરોડ રૂપિયા
કોલકત્તા નાઇટ રાઇડર્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 35.65 કરોડ રૂપિયા
મુંબઇ ઇન્ડિયન્સ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 13.05 કરોડ રૂપિયા
રાજસ્થાન રૉયલ્સ - 11 (4 વિદેશી ખેલાડીઓ સહિત) - 28.90 કરોડ રૂપિયા
રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુંરુ - 12 (6 વિદેશી ખેલાડીઓ સહિત) - 27.90 કરોડ રૂપિયા
સનરાઇઝર્સ હૈદરાબાદ - 7 (2 વિદેશી ખેલાડીઓ સહિત) - 17.00 કરોડ રૂપિયા
આઇપીએલ 2020ની હરાજીમાં 73 જગ્યાઓ માટે 971 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે, જેમાં 713 ભારતીય અને 258 વિદેશી ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ 55 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.