અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી 20 મેચને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તેમજ શહેર ટ્રાફિક પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં થનારી મેચને લઈને એક સંયુક્ત પ્રેસમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ મેચમાં એક લાખ જેટલા દર્શકો આવશે તેવી આશા વ્યક્ત કરી.. ઓનલાઇન અને ઓફલાઈન મોડમાં મેચની ટિકિટ તેમજ પાર્કિંગ માટે પણ ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા ઊભી કરાઈ છે. મેચને લઈને એ દિવસોમાં મેટ્રોના રૂટની ફ્રિકવન્સી વધારવામાં આવશે. મેચના દિવસે જે રસ્તા ઉપર પ્રતિબંધિત પાર્કિંગ અને પ્રતિબંધિત રૂટ જાહેર કરવાના હશે તે માટેનું જાહેરનામું પણ બહાર પડાશે. મેચની 60000 જેટલી ટિકિટો અત્યાર સુધીમાં વેચાઈ ચૂકી છે.


સ્ટેડિયમમાં ગેટનંબર 1 અને 2 પબ્લિક માટે ખુલ્લા હશે. ગેટ નંબર 3 અને 4 વીવીઆઈપી,  વીઆઈપી અને ક્રિકેટર્સ માટે ખુલ્લા હશે. શો માય પાર્કિંગ એપ પર ઓનલાઇન પાર્કિંગ સ્લોટ બુક થઈ શકશે. 15 થી 18 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા હશે. રસ્તા બંધ થવા અંગેનું જાહેરનામું પણ બહાર પાડીને બંધ કરવામાં આવશે. જનપથથી મોટેરા ટીનો રસ્તો બંધ કરવામાં આવશે.


ટીમ ઈન્ડિયાને બીજી ટી-20માં જીત મેળવી






ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 6 વિકેટથી હરાવ્યું, શ્રેણીમાં 1-1થી બરાબરી કરી. ભારત માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા. આ દરમિયાન શુભમન 11 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 9 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈશાન કિશને 32 બોલમાં 19 રન બનાવ્યા હતા. ઈશાને પણ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ ત્રિપાઠી 18 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર રન આઉટ થયો. તેણે 9 બોલનો સામનો કરીને 10 રન બનાવ્યા હતા. સુંદરે પણ બાઉન્ડ્રી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને માત્ર 99 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમે 19.5 ઓવરમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો. 


 






ભારત પ્લેઇંગ 11

આજની મેચમાં ભારતની પ્લેઈંગ 11 આ પ્રમાણે છે - શુભમન ગિલ, ઈશાન કિશન, રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, શિવમ માવી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ







 










ન્યુઝીલેન્ડ પ્લેઈંગ 11

આજની મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીત્યો હતો. ન્યુઝીલેન્ડની આજની પ્લેઈંગ 11: ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર