800 Trailer: શ્રીલંકાના મહાન ખેલાડી મુથૈયા મુરલીધરનના જીવન પર બની રહેલી બાયોપિક ફિલ્મ '800'નું ટ્રેલર સચિન તેંડુલકરે મુંબઈમાં લોન્ચ કર્યું. આ ફિલ્મમાં મુરલીધરનનું પાત્ર અભિનેતા મધુર મિત્તલ ભજવી રહ્યો છે, જેણે ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં અભિનય કર્યો હતો.મુથૈયા મુરલીધરનની ફિલ્મ 800નું લેખન અને નિર્દેશન એમએસ શ્રીપતિ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 3 ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે, જેમાં હિન્દી સિવાય તમિલ અને તેલુગુનો પણ સમાવેશ થાય છે.


પ્રખ્યાત અભિનેતા વિજય સેતુપતિ શરૂઆતમાં આ ફિલ્મ માટે મુરલીધરનની ભૂમિકા ભજવવાના હતા, પરંતુ બાદમાં વિરોધને કારણે તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. મુરલીધરને તેની કારકિર્દીમાં 13 વખત સચિન તેંડુલકરને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે મુરલીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ભારત સામે જ રમી હતી. મુથૈયા મુરલીધરને વર્ષ 2005માં ચેન્નાઈના રહેવાસી મધીમલર રામામૂર્તિ સાથે લગ્ન કર્યા હતા.



800 Trailer: મુરલીધરનની બાયોપિકનું ટ્રેલર સચિન તેંડુલકરે કર્યું લોન્ચ, જુઓ વીડિયો


ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેનાર પ્રથમ બોલર


વર્ષ 1992માં  મુથૈયા મુરલીધરને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. આ પછી મુરલીએ 133 ટેસ્ટ મેચમાં 22.73ની એવરેજથી 800 વિકેટ લીધી હતી. આ સમયગાળા દરમિયાન મુરલીએ 67 વખત એક ઇનિંગમાં 5 વિકેટ અને 22 વખત ઇનિંગમાં 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય મુરલીધરને 350 ODI મેચ રમીને 534 વિકેટ પોતાના નામે કરી હતી.