ઓસ્ટ્રેલિયન સરકારે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે રવિવારે મોડી રાત્રે એક એડવાઇઝરી બહાર પાડી હતી, જેમાં કહેવાયુ હતુ કે 15 માર્ચ બાદ જે કોઇપણ વ્યક્તિ વિદેશથી દેશમાં (ઓસ્ટ્રેલિયામાં) આવશે, તેને 14 દિવસ સુધી કોરેન્ટીનમાંથી (સ્વપૃથક્કરણ) પસાર થવુ પડશે. સરકારના નિર્ણય સામે ફિન્ચ અને વોર્નરે સોશ્યલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
જોકે, સરકારના નિર્ણયને લઇને ઓસ્ટ્રેલિયન રમતગમત પત્રકાર વેરોનિકા ઇગલટને એક ટ્વીટ કર્યુ હતુ, લખ્યુ- અસલી સવાલ- સરકારને કઇ રીતે ખબર પડશે કે બહારથી આવેલા લોકોએ કોરેન્ટીન કર્યુ છે?
બાદમાં એરોન ફિન્ચે ઇગલટનના ટ્વીટને રિટ્વીટ કરતા લખ્યું- હું પણ આ જ વિચારીને પરેશાન થઇ રહ્યો છું
ફિન્ચની કૉમેન્ટ પર પ્રતિક્રિયા આપતા ડેવિડ વોર્નરે પણ લખ્યું- એરપોર્ટ પરથી ઘરે આવવા માટે તેમને ઉબેર-ટેક્સી-બસ-ટ્રેન જે પણ વાહન લીધુ, તેનુ શું થશે?
રિપોર્ટ પ્રમાણે, અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 375 કેસ પૉઝિટીવ નોંધાયા છે, જેમાં 27 લોકોની રિક્વરી થઇ ચૂકી છે અને 5 લોકોના મોત થયા છે.