વિજય દેવરકોન્ડાએ કહ્યું કે કોઇપણ આના માટે તૈયાર ન હતુ, પણ આપણે બધા યૌદ્ધાઓ છીએ, હું અને મારી ટીમ ક્યારેય લડાઇ માટે નથી કહેતા. મિડલ ક્લાસ પણ સંકટનો સામનો કરી રહ્યું છે, હું એક મિડલ ક્લાસ ફંડ શરૂ કરીને તેની સાથે જોડાવવા માંગુ છું.
તેને આગળ કહ્યું હું 1.3 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરુ છુ, અમને બસ પ્રેમ, દયા અને સમર્થનની જરૂર છે, હું તમને બધાને મારો પ્રેમ અને તાકાતને મોકલી રહ્યો છું.
તેને 11 મિનીટની એક વીડિયો ક્લિપ પણ પૉસ્ટ કરી છે, જેમાં વિજય દેવરકોન્ડાએ આશ્વાસન આપ્યુ છે કે તે રોજગાર અવસર પેદા કરશે અને કરિયાણાનો સામાન અને દવા જેવી તાત્કાલિક આવશ્યકતાઓનું ધ્યાન રાખશે. તેને કહ્યું કે તે 2000થી વધુ પરિવારોની તાત્કાલિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બીજા કેટલાય સાઉથના સુપરસ્ટારોએ પણ આ મુશ્કેલ સમયમાં મદદ કરી છે, પ્રભાસથી લઇને ચિરંજીવી, રજનિકાંત સહતિના સ્ટાર્સ આગળ આવ્યા છે.