નવી દિલ્હીઃ કોરોના સામેની લડાઇ લડવા માટે સેલેબ્સ પોતાનાથી બનતુ તમામ કરી રહ્યાં છે, ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલે ક્રિકેટને બદલે ચેસ રમીને 8.8 લાખ રૂપિયાનું ફંડ એકઠુ કર્યુ છે.


ચહલે પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ અને અન્ય ચેસ ખેલાડી સાથે મળીને ઓનલાઇન ચેસ ચેટિટી સ્પર્ધા મારફતે આ રૂપિયા એકઠા કર્યા છે, આ ફંડ સફાઇકર્મીઓ માટે છે.

રવિવારે ચેસ ફૉર ચેરિટીનું આયોજન શનિવારે ચેસ ડૉય કૉમ પર કરવામાં આવ્યુ હતુ, જેમાં ભારતના નંબર વન ખેલાડી વિશ્વનાથન આનંદ, બીજા નંબરના ખેલાડી વિદિત ગુજરાતી, ગ્રાન્ડ માસ્ટર નિહાલ સરીન, મહિલા ગ્રાન્ડમાસ્ટર તાનિયા સચદેવ અને ક્રોએશિયાના એન્ટોનિયા રાડિચની ટીમ કૉમેડિયનની ટીમ વિરુદ્ધ ઉતરી હતી, જેમાં વિશ્વ કલ્યાણ રથ, સમય રૈના, અભિષેક ઉપામન્યુ અને આકાશ મેહતા સામેલ હતા.



પૂર્વ રાષ્ટ્રીય અંડર-12 ચેમ્પિયન ચહલે પણ રૂપિયા એકઠા કરવા માટે આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. તેને પાંચ એપ્રિલે પણ ઓનલાઇન બ્લિટ્સ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.

આનંદ 11 એપ્રિલે પણ એક ઓનલાઇન ટૂર્નામેન્ટ દ્વારા વડાપ્રધાન કેયર્સ કોષ માટે 4.5 લાખ રૂપિયા એકઠા કર્યા હતા.



ચેસ ડૉટ કૉમ ઇન્ડિયાના નિર્દેશક અને આંતરરાષ્ટ્રીય માસ્ટર રાકેશ કુલકર્ણીએ કહ્યું કે આ ટૂર્નામેન્ટ દ્વારા 8.86 લાખ રૂપિયાની રકમ એકઠી કરવામાં આવી છે. જેમાં આનંદ અને ગુજરાતી સહિત કેટલાય ખેલાડીઓએ ભાગ લીધો હતો. શતરંજ ખેલાડીઓનો આ સારો પ્રયાસ હતો.

એક વીડિયો સંદેશમાં આનંદે કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇમાં ધન એકઠુ કરવામાં શતરંજ સમુદાય મોટી ભૂમિકા નિભાવી શકે છે.