AUS vs AFG: ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023 ની 39મી મેચ મુંબઈમાં રમાઈ રહી છે. અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. આ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેન ઈબ્રાહિમ ઝદરાને ઈતિહાસ રચ્યો છે. તે વર્લ્ડકપમાં સદી ફટકારનારો પ્રથમ અફઘાન બેટ્સમેન બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે આ કારનામું કર્યું હતું.
વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- 101* - ઇબ્રાહિમ ઝદરાન વિ ઓસ્ટ્રેલિયા, મુંબઈ વાનખેડે સ્ટેડિયમ, 2023
- 96 - સમીઉલ્લાહ શિનવારી વિ સ્કોટલેન્ડ, ડ્યુનેડિન, 2015
- 87 - ઇબ્રાહિમ ઝદરાન વિ પાકિસ્તાન, ચેન્નાઈ, 2023
- 86 - ઇકરામ અલીખિલ વિ. વેસ્ટ ઈન્ડિઝ, લીડ્ઝ, 2019
- 80 - હશમતુલ્લાહ શાહિદી વિ ભારક, દિલ્હી, 2023
- 80 - રહેમાનુલ્લા ગુરબાઝ વિ. ઈંગ્લેન્ડ, દિલ્હી, 2023
ODI વર્લ્ડ કપમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી
- 20 વર્ષ 196 દિવસ - પોલ સ્ટર્લિંગ (IRE) વિ NED, કોલકાતા, 2011
- 21 વર્ષ 76 દિવસ - રિકી પોન્ટિંગ (AUS) vs WI, જયપુર, 1996
- 21 વર્ષ 87 દિવસ - અવિષ્કા ફર્નાન્ડો (SL) વિ WI, ચેસ્ટર-લે-સ્ટ્રીટ, 2019
- 21 વર્ષ 330 દિવસ - ઇબ્રાહિમ ઝદરાન (AFG) વિ AUS, મુંબઈ વાનખેડે, 2023
- 22 વર્ષ 106 દિવસ - વિરાટ કોહલી (IND) vs BAN, મીરપુર, 2011
- 22 વર્ષ 300 દિવસ - સચિન તેંડુલકર (IND) vs KEN, કટક, 1996
અફઘાનિસ્તાનની ટીમ
રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), અઝમતુલ્લા ઉમરઝાઈ, ઈકરામ અલીખિલ (વિકેટકીપર), મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, નૂર અહેમદ.
ઓસ્ટ્રેલિયાની ટીમ
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.
માર્શ અને મેક્સવેલીની વાપસી
સ્ટીવ સ્મિથ અને કેમેરોન ગ્રીન આજે ઓસ્ટ્રેલિયાના પ્લેઈંગ-11માં નથી. તેમના સ્થાને મિશેલ માર્શ અને ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. બીજી તરફ આજે પણ અફઘાન ટીમમાં ચાર સ્પિનરો રમી રહ્યા છે. ફઝલહક ફારુકીના સ્થાને નવીન-ઉલ-હકને તક આપવામાં આવી છે.