નવી દિલ્હીઃ ક્રિકેટમાં ફિક્સિંગને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ફિક્સિંગ મામલે એક મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે ઘરેલુ લેવલના કૉચ નૂર મોહમ્મદ લલાઇ પર મેચ ફિક્સિંગના આરોપ લાગવાના કારણે તેને તમામ પ્રકારની ક્રિકેટ ગતિવિધિઓમાં ભાગ લેવા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે.

નૂર મોહમ્મદ ને સ્પૉટ ફિક્સિંગ માટે રાષ્ટ્રીય ટીમના ખેલાડી સાથે સંપર્ક કરવાનો દોષી ઠેરવવામાં આવ્યા છે. તે કપિસા પ્રાંતના સહાયક કૉચ છે જ્યારે હંપાલાના એકેડમીની પરમેનન્ટ કૉચ હતા. રાષ્ટ્રીય ટીમના ખેલાડીની ઓળખ બહાર નથી લવાઇ. આ પહેલા એસીબીએ ત્રણ મહિના પહેલા વિકેટકીપર બેટ્સમેન શફીકઉલ્લાહ શાફાક પર મેચ ફિક્સિંગના આરોપમાં છ વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે મોહમ્મદ પર ગયા વર્ષે નેશનલ ટીમના ખેલાડીને સ્પૉટ ફિક્સિંગના આરોપ લાગ્યા હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે નૂર મોહમ્મદે પોતાના વિરુદ્ધ લાગેલા આરોપને કબૂલ કરી લીધા છે.

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનુ કહેવુ છે કે નૂર મોહમ્મદ ફિક્સિંગ કરવાના અને ફિક્સિંગ કરાવવાના આરોપમાં છે. બોર્ડ અનુસાર, ઘરેલુ ક્રિકેટમાં ફિક્સિંગ એકદમ ગંભીર મામલો હતો, અને તેના પર કડક મેસેજ આપવો જરૂરી હતો. બોર્ડે નેશનલ ટીમના તે ખેલાડીની પ્રસંશા કરી છે જેને ફિક્સિંગ માટે એપ્રૉચ કરવાની માહિતી આપી હતી.