ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ લિમિટેડ ઓવરનું ક્રિકેટ રમાઈ રહ્યું છે. આ સીરિઝની અંતિમ મેચ 16 સપ્ટેમ્બરે રમાશે. સીરિઝ પૂરી થયા બાદ બંને દેશના ખેલાડીઓ બે દિવસ બાદ યુએઈ પહોંચશે અને તેમને 6 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવું પડશે. આ સ્થિતિમાં 24 સપ્ટેમ્બર સુધી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ મેદાન પર ઉતરવાની સંભાવના નથી.
ક્વોરન્ટાઈન પીરિયર દરમિયાન ખેલાડીઓના બેથી ત્રણ વખત ટેસ્ટ થશે. ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ટીમ સાથે જોડાવાનો મોકો મળશે. ગવર્નિંગ કાઉન્સિલના આ ફેંસલાના કારણે જે ટીમમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ખેલાડી રમે છે તેઓ તેના વગર જ મેચ રમશે. બંને ટીમના થઈ 18 જેટલા ખેલાડીઓ આઈપીએલની વિવિધ ફ્રેન્ચાઈઝીમાં મહત્વની ભૂમિકા નીભાવે છે.
આઈપીએલની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બે દિવસ પહેલા જ આઈપીએલની લીગ મેચનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
વિલન અને કોમેડી રોલ માટે જાણીતા એક્ટરનું થયું નિધન, 100થી વધારે ફિલ્મોમાં કર્યો હતો અભિનય
Corona Vaccine: રશિયામાં આમ જનતાને મળી કોરોના વેક્સીનની પ્રથમ બેચ, ભારત સહિત પાંચ દેશોમાં થશે ક્લિનિકલ ટ્રાયલ