Afghanistan Team Celebration:  વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનું શાનદાર પ્રદર્શન યથાવત છે. આ ટીમે પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હવે પાકિસ્તાનને હરાવીને બધાને ચોંકાવી દીધા છે. આ જીત બાદ અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. આ મેચ પહેલા તે છેલ્લે એટલે કે દસમા સ્થાને હતુ. હવે અફઘાનિસ્તાનના 5 મેચમાં 4 પોઈન્ટ છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું છે. જ્યારે તેને બાંગ્લાદેશ, ભારત અને ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે.


અફઘાનિસ્તાનના ખેલાડીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી


પાકિસ્તાનને હરાવ્યા પછી, અફઘાન ખેલાડીઓએ ખૂબ જ શાનદાર ઉજવણી કરી. આ સિવાય અફઘાનિસ્તાનના ચાહકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અફઘાન ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળે છે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે રાશિદ ખાન સાથે ઉજવણી કરી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.




પાકિસ્તાન ટીમની સતત ત્રીજી હાર 


જો કે બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાનની વાત કરીએ તો આ ટીમને સતત ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે પાકિસ્તાને પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત શાનદાર શૈલીમાં કરી હતી. આ ટીમે પહેલા નેધરલેન્ડને હરાવ્યું હતું. આ પછી, તેઓએ શ્રીલંકાને હરાવ્યું પરંતુ તેમની જીતનો સિલસિલો ચાલુ રાખી શક્યા નહીં. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાને પાકિસ્તાનને હરાવ્યું છે. હવે પાકિસ્તાનના 5 મેચમાં 4 પોઈન્ટ છે. પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.   




વર્લ્ડકપ 2023માં વધુ એક અપસેટ સર્જાયો હતો.  અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હાર આપી હતી. . પાકિસ્તાને મેચ જીતવા આપેલા 283 રનના ટાર્ગેટને અફઘાનિસ્તાને  49 ઓવરમાં 2 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. રહમત શાહે નોટ આઉટ 77 રન બનાવ્યા હતા. કેપ્ટન શાહિદી 48 રને અણનમ રહ્યો હતો. ગુરબાઝે 65 રન અને ઝરદાને 87 રનનુ યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાનના ટોચના ત્રણ બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી હોય તેવી  આ માત્ર બીજી ઘટના હતી.  આ ઉપરાંત અફઘાનિસ્તાને વર્લ્ડકપના ઈતિહાસનો તેમનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. અફઘાનિસ્તાને પાકિસ્તાનને પ્રથમ વખત હાર આપી હતી. આ પહેલા 7 વખત પાકિસ્તાન જીત્યું હતું. આજે અફઘાનિસ્તાન સામે હાર બાદ પાકિસ્તાનની ટીમની સેમિ ફાઈનલમાં પહોંચવાની આશા પણ ધૂંધળી બની છે.


અફઘાનિસ્તાન દ્વારા વનડેમાં સૌથી વધુ રનચેઝ



  • 283 વિ પાકિસ્તાન, ચેન્નાઈ, 2023

  • 274 વિ UAE, ICCA દુબઈ, 2014

  • 269 વિ શ્રીલંકા, હંબનટોટા, 2023

  • 268 વિ સ્કોટલેન્ડ, એડિનબર્ગ, 2019