Bishan Singh Bedi Death: ભારતમાં રમાઈ રહેલા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2023 વચ્ચે માઠા સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ દિગ્ગજ સ્પિનર બિશન સિંહે 77 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. પૂર્વ ભારતીય કેપ્ટન અને સ્પિનરના નિધનના સમાચારથી સમગ્ર ક્રિકેટ જગત શોકમાં છે. ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીએ કુલ 22 મેચોમાં કેપ્ટનશીપ કરી હતી. બેદી તેમના યુગના સૌથી સફળ સ્પિનર હતા. પરંતુ એકવાર પૂર્વ ભારતીય કેપ્ટન બેઈમાન પાકિસ્તાનથી એટલા નારાજ થઈ ગયા કે તેમણે એવું કામ કર્યું જે ક્રિકેટના ઈતિહાસમાં પહેલા ક્યારેય જોવા મળ્યું ન હતું.
તેમણે મેદાનમાં જ એવો નિર્ણય લીધો હતો, જેણે બધાને ચોંકાવી દીધા હતા. જો કે, આ નિર્ણયોને કારણે, ભૂતપૂર્વ ભારતીય મહાનને ઘણી વખત ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પોતાની કેપ્ટનશિપમાં તેમણે ટીમ ઈન્ડિયાને નવો રસ્તો બતાવ્યો.
શું છે મામલો
પોતાની કેપ્ટનશીપ દરમિયાન શાહવીલના ઝફર અલી સ્ટેડિયમમાં 3 નવેમ્બર, 1978ના રોજ પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટને ગુસ્સામાં ખેલાડીઓને મેચની વચ્ચે જ મેદાનમાંથી પાછા બોલાવ્યા હતા. પાકિસ્તાનની અપ્રમાણિકતાના કારણે તેણે આ કડક નિર્ણય લીધો હતો. મેચમાં માત્ર પાકિસ્તાનના ખેલાડીઓ જ નહીં પરંતુ મેદાન પર હાજર અમ્પાયરોએ પણ બેઈમાની કરવામાં કોઈ કસર છોડી ન હતી. પાકિસ્તાનના જાવેદ અખ્તર અને ખિઝર હયાત મેચનું અમ્પાયરિંગ કરી રહ્યા હતા.
ભારતને જીતવા માટે 14 બોલમાં 23 રનની જરૂર હતી, ત્યારબાદ બિશન સિંહ બેદીએ ગુસ્સામાં ભારતીય ખેલાડીઓને મેદાનમાંથી પાછા બોલાવ્યા અને મેચ પાકિસ્તાનને અપાવી દીધી. ભારતને છેલ્લી ત્રણ ઓવરમાં 23 રનની જરૂર હતી, પરંતુ સરફરાઝ નવાઝ પાકિસ્તાન માટે બોલિંગ કરી રહ્યો હતો, જેણે બેઈમાનીની તમામ હદો પાર કરી અને ઓવરમાં સતત 4 બાઉન્સર ફેંક્યા, પરંતુ અમ્પાયરે એક પણ બોલને વાઈડ આપ્યો ન હતો. કેટલાક બોલ બેટ્સમેનના માથા ઉપરથી પણ ગયા હતા, જેને અમ્પાયરે વાઈડ આપ્યો ન હતો. આ દરમિયાન ભારત તરફથી અંશુમન ગાયવાડ ક્રિઝ પર હાજર હતા.
સતત ચાર બાઉન્સર અને અમ્પાયર તરફથી કોઈ સંકેત ન મળતા બિશન સિંહ બેદી એટલા ગુસ્સામાં આવી ગયા કે તેમણે 14 બોલ બાકી રહેતા બેટ્સમેનોને પેવેલિયનમાં બોલાવ્યા અને પાકિસ્તાનને જીત અપાવી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીરીઝની આ ત્રીજી અને નિર્ણાયક મેચ હતી. 40 ઓવરની મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 7 વિકેટે 205 રન બનાવ્યા હતા. વિજયી જાહેર થયા બાદ પાકિસ્તાને શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
આ પણ વાંચોઃ
સરદાર ઓફ સ્પિન તરીકે ઓળખતા હતા બિશન સિંહ બેદી, જાણો તેમના 5 મોટા રેકોર્ડ