IPL 2023 Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023) પહેલા મિની ઓક્શન (Mini Auction) થવાનુ છે, આ ઓક્શન 23 ડિસેમ્બર, કોચી ખાતે યોજાશે, ઓક્શનની શરૂઆત ભારતીય સમયાનુસાર, બપોરે 2:30 વાગ્યાથી થશે, આ વખતે આઇપીએલ ઓક્શનમાં અફઘાનિસ્તાનના એક 15 વર્ષીય ક્રિકેટર પર પણ બોલી લાગશે, આ ખેલાડીનુ નામ અલ્લાહ મોહમ્મદ છે, અલ્લાહ મોહમ્મદ આ વખતે ઓક્શનમાં સૌથી યુવા પ્લેયર હશે. જોકે, આ પહેલા પણ રશિદ ખાન, નબી સહિતના અનેક અફઘાન ખેલાડીઓ આઇપીએલમાં રમી રહ્યાં છે.
અલ્લાહ મોહમ્મદ હશે સૌથી યુવા ક્રિકેટર -
આઇપીએલ ઓક્શનમાં આ વખતે અફઘાનિસ્તાનના 15 વર્ષીય અલ્લાહ મોહમ્મદ પર પણ બોલી લાગશે, તે આ વખતે સૌથી યુવા ચહેરો હશે, અલ્લાહ મોહમ્મદ એક ખુબ પ્રભાવશાળી ફિંગર સ્પિનર છે, આવામાં સ્પિનરની તલાશમાં કેટલીય ફ્રેન્ચાઇઝી તેના પર બોલી લગાવી શકે છે. 6 ફૂટ 2 ઇંચના અલ્લાહ મોહમ્મદની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે. વળી, તેને ફેવરેટ સ્ટાર બૉલર રવિચંદ્રન અશ્વિન છે.
ઉલ્લેખનીય છે કે, અલ્લાહ મોહમ્મદે આ વર્ષે ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં પણ પોતાનુ નામ નોંધાવ્યુ હતુ, જોકે, તેને આ દરમિયાન કોઇ ખરીદનાર ન હતુ મળ્યુ.
IPL 2023 Mini Auction: આઈપીએલ -
2023 પહેલા મીની હરાજી યોજાવાની છે. કોચીમાં 23મી ડિસેમ્બરે હરાજી થશે. હરાજી ભારતીય સમય અનુસાર બપોરે 2.30 કલાકે શરૂ થશે. આ હરાજીમાં ભારતથી લઈને UAE સુધીના કુલ 14 દેશોના ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે. મિની ઓક્શનને લઈને તમામ ટીમો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. આ મીની ઓક્શનમાં ભારત ઉપરાંત ઈંગ્લેન્ડના સૌથી વધુ ખેલાડીઓ સામેલ થશે. આ મીની હરાજીમાં કુલ 27 અંગ્રેજી ખેલાડીઓ ભાગ લેશે.
આ દેશોના આટલા ખેલાડીઓ સામેલ થશે -
કોચીમાં યોજાનારી આ મીની હરાજીમાં ભારતના કુલ 273 ખેલાડીઓ, ઈંગ્લેન્ડના 27 ખેલાડીઓ, દક્ષિણ આફ્રિકાના 22 ખેલાડીઓ, ઓસ્ટ્રેલિયાના 21 ખેલાડીઓ, વેસ્ટ ઈન્ડિઝના 20 ખેલાડીઓ, ન્યુઝીલેન્ડના 10 ખેલાડીઓ, શ્રીલંકાના 10 ખેલાડીઓ ભાગ લેશે. અફઘાનિસ્તાનના 8 ખેલાડીઓ, આયર્લેન્ડના 4 ખેલાડીઓ, બાંગ્લાદેશના 4 ખેલાડીઓ, ઝિમ્બાબ્વેના 2 ખેલાડીઓ, નામીબિયાના 2 ખેલાડીઓ, નેધરલેન્ડના 1 ખેલાડી અને યુએઈના 1 ખેલાડીનો સમાવેશ કરવામાં આવશે.