નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને લઇને સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઇ છે. વાત એમ છે કે એક લાઇવ સેશન દરમિયાન શાહિદ આફ્રિદી પોતાના ફેનના એક સવાલ પર ગિન્નાઇને ગુસ્સે ભરાઇ ગયો હતો. ફેનનો સવાલ આફ્રિદીની ઉંમરને લઇને હતો. ઉલ્લેખનીય છે કે, શાહિદ આફ્રિદી ચાર વર્ષ પહેલા ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે.
શાહિદ આફ્રિદીએ ટ્વીટ પર #AskAfridi સેશન ચલાવ્યો હતુ, આ સેશનમાં તે પોતાના ફેનના સવાલોના જવાબો આપી રહ્યાં હતો. આ દરમિયાન એક ફેને આફ્રિદીને ઉંમર વિશે સવાલ કર્યો હતો. ફેને કહ્યું તમારી ઉંમર શું છે? આ સવાલને લઇને આફ્રિદી થોડો નર્વસ થઇ ગયો હતો.
ફેનના સવાલનો જવાબ આપતા આફ્રિદીએ કહ્યું કે, ઉંમર તો માત્ર એક આંકડો છે. ખાસ વાત છે કે હંમેશા માટે ઉંમરને લઇને આફ્રિદી પર સવાલો ઉઠતા રહ્યાં છે.
ગયા વર્ષે આફ્રિદીએ પોતાની ઓટો બાયૉગ્રાફીમાં કહ્યું હતુ કે, તેનો જન્મ 1980માં નહીં પરંતુ 1975માં થયો હતો. આફ્રિદીએ પોતાના પુસ્તક ગેમ ચેન્જરમાં દાવો કર્યો હતો કે અધિકારીઓની ભૂલના કારણે તેની ઉંમરના રેકોર્ડમાં ગરબડ થઇ છે.
નોંધનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની રેકોર્ડ બુકમાં આફ્રિદીના જન્મનુ વર્ષ 1980 નોંધાયેલુ છે. આ તમામ વાતોને લઇને હજુ પણ આફ્રિદીની ઉંમર પર સવાલો ઉઠી રહ્યાં છે.
ચાલુ સેશનમાં ફેને ઉંમર અંગે સવાલ કર્યો તો ભડક્યો આ ક્રિકેટર, આપ્યો આવો જવાબ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Jul 2020 09:53 AM (IST)
શાહિદ આફ્રિદીએ ટ્વીટ પર #AskAfridi સેશન ચલાવ્યો હતુ, આ સેશનમાં તે પોતાના ફેનના સવાલોના જવાબો આપી રહ્યાં હતો. આ દરમિયાન એક ફેને આફ્રિદીને ઉંમર વિશે સવાલ કર્યો હતો. ફેને કહ્યું તમારી ઉંમર શું છે? આ સવાલને લઇને આફ્રિદી થોડો નર્વસ થઇ ગયો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -