ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની શરૂ થશે. આજની પ્રથમ મેચ ઇંગ્લેન્ડમાં સાઉથેમ્પ્ટનના રૉઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે
નવી દિલ્હીઃ કોરોના કાળમાં આજે લગભગ 129 દિવસ બાદ વનડે ક્રિકેટની વાપસી થઇ રહી છે. કોરોના મહામારીના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનના કારણે લગભગ ચાર મહિનાથી ક્રિકેટની ગતિવિધિઓ સંપૂર્ણપણે બંધ હતી. જોકે, ટેસ્ટ ક્રિકેટની ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ સીરીઝથી વાપસી થઇ ચૂકી છે, અને હવે આજે ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે. ઇંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની શરૂ થશે. આજની પ્રથમ મેચ ઇંગ્લેન્ડમાં સાઉથેમ્પ્ટનના રૉઝ બાઉલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ સાંજે 6.30 વાગે શરૂ થશે. વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ આજથી વનડે સીરીઝ પણ કબજે કરવાના ઇરાદે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડની ટીમ મેદાનમાં ઉતરશે. ખાસ વાત છે કે આ સીરીઝમાં ઇંગ્લેન્ડ પોતાના દિગ્ગજ ખેલાડીઓ વિનાજ મેદાનમાં ઉતરવા જઇ રહ્યું છે. આ સીરિઝમાં બેન સ્ટૉક્સ, જોફ્રા આર્ચર અને જો રૂટ જેવા દિગ્ગજો મેદાનમાં નહીં દેખાય.