IND vs NZ ODI: ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે રમાનારી ત્રણ વનડે મેચોની સીરીઝની શરૂઆત આજથી એટલે કે બુધવારથી થઇ રહી છે. સીરીઝની પહેલી મેચ હૈદારબાદમાં રમાશે. બન્ને ટીમોએ વનેડ સીરીઝ માટે જબરદસ્ત તૈયારી કરી છે. ભારતે તાજેતરમાં વનડે સીરીઝમાં શ્રીલંકાને 3-0થી હરાવ્યુ છે, તો વળી, પાકિસ્તાન પ્રવાસ પર કીવીઓએ યજમાન ટીમ પાકિસ્તાનને 2-1થી પટક્યુ છે, ખાસ વાત છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ હૈદરાબાદમાં પહેલીવાર મેચ રમશે. વળી, ભારતીય ટીમ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાતમી વાર વનડે મેચ રમવા મેદાનમાં ઉતરશે. જાણો કેવો છે કીવી ટીમનો ભારતીય જમીન પર ઇતિહાસ...... 


ભારતમાં સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે કીવી ટીમ- 
ન્યૂઝીલેન્ડને ભારતની ધરતી પર પહેલી વનડે સીરીઝ જીતવાનો ઇન્તજાર છે, કીવી ટીમ અત્યાર સુધી ભારતીય જમીન પર 6 વાર દ્વીપક્ષીય સીરીઝ રમી ચૂકી છે, પરંતુ એકવાર પણ જીત હાંસલ નથી થઇ શકી, દર વખતે હાર જ મળી છે. 


ન્યૂઝીલેન્ડના ભારત પ્રવાસની વાત કરીએ તો કીવી ટીમ વર્ષ 1988-89 માં પહેલીવાર ભારતમાં વનડે સીરીઝ રમવા આવી હતી, છેલ્લા 34 વર્ષમાં ન્યૂઝીલેન્ડ ટીમ 6 વાર ભારતની ટૂર કરી ચૂકી છે પરંતુ જીત નથી મળી, કીવી ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2003-04 માં રહ્યું. ત્યારે કીવી ટીમ ત્રિકોણીય સીરીઝની ફાઇનલમાં પહોંચી હતી, જ્યાં ટીવીએસ કપનો ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ન્યૂઝીલેન્ડ ટીમ ઇતિહાસ બદલવા માંગશે.