Virat Kohli Viral Video Fact Check: ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એકથી એક ધુરંધર બેટ્સમેન રહ્યા છે. જો કે, તેમાંથી કોઈ સચિન તેંડુલકર જેવો દરજ્જો મેળવી શક્યું નથી. ક્રિકેટ નિષ્ણાતોનું કહેવું છે કે સચિન પછી વિરાટ કોહલી ભારતીય ક્રિકેટનો મહાન બેટ્સમેન છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે યુવા શુભમન ગિલ પણ આ બંને દિગ્ગજોની જેમ નામ બનાવી શકે છે. આ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી કહી રહ્યો છે કે ક્રિકેટમાં ભગવાન સચિન તેંડુલકર પછી પોતે છે અને શુભમન ગિલ ક્યારેય તેના જેવું સ્થાન હાંસલ કરી શકશે નહીં.
વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી કહે છે, જ્યારે અમે ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા ત્યારે મેં જોયું કે સફળ થવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે. મેં શુભમન ગિલને ખૂબ નજીકથી જોયો છે. તેની પ્રતિભા પર કોઈ શંકા નથી, પરંતુ પ્રતિભા બતાવવામાં અને લિજેન્ડ બનવામાં ઘણો તફાવત છે.
વિરાટ વીડિયોમાં આગળ કહે છે, લોકો ગિલને આગામી વિરાટ કોહલી કહે છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે માત્ર એક જ વિરાટ કોહલી છે. મેં ખૂબ જ ખતરનાક બોલરોનો સામનો કર્યો છે. ભારતીય ક્રિકેટમાં ભગવાન (સચિન તેંડુલકર) પછી હું એકમાત્ર છું.
વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યો છે. તેના પર ચાહકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. આ વીડિયો નકલી છે. આ વીડિયો AIની મદદથી બનાવવામાં આવ્યો છે. તેથી, પ્રશંસકોએ આ વિડિયોમાં કહેવામાં આવેલી વાતોને વિરાટ કોહલી સાથે ન જોડવી જોઈએ. AIની મદદથી વિરાટ કોહલીની છબી ખરાબ કરવાના પ્રયાસમાં આવો વીડિયો તૈયાર કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટીનો આવ્યો ફેક વીડિયો સામે આવ્યો હોય. આ પહેલા પહેલ પણ અનેક સિલિબ્રિટીના આવા વીડિયો સામે આવી ચૂક્યા છે.
આ પણ વાંચો...