Social Media On Deepak Chahar: ભારતીય ફાસ્ટ બોલર દીપક ચાહર લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. દિપક ચાહર ફેબ્રુઆરી 2022માં ભારત માટે છેલ્લી મેચ રમ્યો હતો. ત્યારે હવે દીપક ચાહર ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝથી ભારતીય ટીમમાં પરત ફર્યો છે. આજે 18 ઓગષ્ટે રમાયેલી પ્રથમ વનડેમાં ચાહરે શાનદાર બોલિંગ કરી હતી અને ઝિમ્બાબ્વેના ટોપ ઓર્ડર બેટ્સનને પેવેલિયન મોકલી દીધા હતા. ઈનોસેન્ટ કૈઆ ઉપરાંત, તાડિવનાશે મરુમાની અને વેસ્લે મેદેવેરેને પોતાનો શિકાર બનાવ્યો. હવે સોશિયલ મીડિયા પર તેના ચાહકોએ ભારતીય ટીમ મેનેજમેન્ટ પાસે એક માંગ કરી છે.


'એશિયા કપ 2022 માટે ભારતીય ટીમનો ભાગ બને દીપક ચાહર'


ભારતીય ક્રિકેટ ફેન્સનું માનવું છે કે, દીપક ચાહર એશિયા કપ 2022 માટે ભારતીય ટીમનો ભાગ હોવો જોઈએ. આ મામલે ફેન્સ સોશિયલ મીડિયા પર સતત પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, એશિયા કપ 2022 માટે ભારતીય ખેલાડીઓના નામની જાહેરાત પહેલાં જ કરી દેવામાં આવી છે. જે મુજબ, દીપક ચાહર ત્રણ સ્ટેન્ડબાય ખેલાડીઓમાં છે. આ સિવાય દિપક ચાહરની સાથે શ્રેયસ અય્યર અને અક્ષર પટેલ પણ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા માટે સ્ટેન્ડબાય પ્લેયર છે.




દીપક ચાહરને પ્લેઈગ 11માં લેવો જોઈએઃ


સોશિયલ મીડિયા પર ચાહકોનું માનવું છે કે, દીપક ચાહર એશિયા કપ 2022ની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હોવો જોઈએ અને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં ના હોવો જોઈએ. દીપક ચાહર ફેબ્રુઆરી 2022 માં ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તે IPL પણ રમી શક્યો ન હતો. જોકે, દીપક ચાહરને ટી-20 વર્લ્ડ કપની ટીમ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. નોંધનીય છે કે, હાલમાં ભારતીય ટીમ કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે સામે 3 મેચની વનડે શ્રેણી રમી રહી છે. જેમાંથી પ્રથમ મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યું છે.