champions trophy 2025: ગઈકાલનો દિવસ તમામ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર દિવસ બની ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ 9 માર્ચે રમાઈ હતી જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીતી લીધો હતો. જીત બાદ તમામ ખેલાડીઓના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. તમે પણ મેચ જોઈ હશે અને જીતની ઉજવણી કરી હશે. આ દરમિયાન તમે જોયું જ હશે કે ટીમ સાથે ફોટો ક્લિક કરાવવા આવેલા શ્રેયસ અય્યર ડાન્સ કરી રહ્યો હતો. તેનો આ  ડાન્સ સ્ટેપ વાયરલ થયો છે.  ચાલો તમને જણાવીએ કે વીડિયોમાં શું જોવા મળે છે.

Continues below advertisement

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ 

હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં બે ક્લિપ્સ મર્જ થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. ચેમ્પિયન બન્યા બાદ દરેક ફોટો ક્લિક કરાવવા માટે એકઠા થયા છે. શ્રેયસ અય્યર ડાન્સ કરતો ત્યાં પહોંચે છે. હવે બીજી ક્લિપમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું એક પાત્ર છે જે આ જ ડાન્સ કરી રહ્યો છે. એ પાત્ર છે અય્યર. તે પણ આ જ સ્ટેપ્સમાં ડાન્સ કરી રહ્યો છે. હવે બંનેને જોડતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  ચેમ્પિયન્સ ટ્રોફીની શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓ પણ મેદાન પર ઉજવણી અને ડાન્સ કરતા જોવા મળ્યા હતા.   

Continues below advertisement

ટૂર્નામેન્ટમાં કોહલીનું પ્રદર્શન

ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે વિરાટ કોહલી બીજા સ્થાને રહ્યો. કોહલીએ 5 મેચમાં 218 રન બનાવ્યા હતા. જોકે તે ફાઇનલમાં કંઇ ખાસ કરી શક્યો નહોતો. ભારત તરફથી સૌથી વધુ રન બનાવવાના મામલે શ્રેયસ અય્યર ટોચ પર રહ્યો. અય્યરે 5 મેચમાં 243 રન બનાવ્યા હતા.

રોહિત શર્માની કેપ્ટનશિપ ઇનિંગ્સ અને શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ અને કુલદીપ યાદવના સંયુક્ત પ્રયાસોને કારણે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો.  ભારતે આ ખિતાબ ત્રીજી વખત જીત્યો છે, જ્યારે રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત બીજી ICC ટ્રોફી જીતી છે. રોહિત શર્માને તેમની શાનદાર ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.  

રોહિત શર્માએ ફાઈનલમાં બનાવ્યો આ મોટો રેકોર્ડ, બાબર આઝમને છોડી દિધો પાછળ