India Wins Champion Trophy: ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી જીત્યા બાદ દુનિયાભરમાં જશ્નનો માહોલ છે, પરંતુ પાકિસ્તાનમાં રોવા-ધોવાનું શરૂ થઇ ગયુ છે. ભારતની જીતને પાકિસ્તાનીઓ શંકાસ્પદ રીતે જોઇ રહ્યાં છે, અને વિચિત્ર નિવેદનો આપી રહ્યાં છે. સમા ટીવી સાથે વાત કરતા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કહ્યું કે જે રીતે ભારત એક જ મેદાન પર રમી રહ્યું હતું. ટૂર્નામેન્ટ દરમિયાન તેને મુસાફરી કરવાની જરૂર નહોતી, તે એક જ મેદાન પર સતત રમીને પિચને સારી રીતે સમજી શકતા હતા, તેથી અલબત્ત તેણે જીતવું જ હતું. જો ટીમ ઈન્ડિયા ન જીતી હોત તો મને આશ્ચર્ય થયું હોત. એન્કર ફરીથી જુનો રાગ આલાપવા લાગ્યો અને પૂછ્યું કે શું ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રૉફીનો ખિતાબ ફક્ત એટલા માટે જીત્યુ કારણ કે તેઓ એક જ મેદાન પર રમ્યા હતા.
પીચના હિસાબથી ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 કૉમ્બિનેશન સારુ રહ્યું -
શાહિદ આફ્રિદીએ ફરી એક જ મેદાન પર રમવાના ફાયદા વિશે વાત કરી. જોકે તેમણે પાછળથી કહ્યું કે તે પહેલાથી જ નક્કી થઈ ગયું છે તો હવે તેના વિશે વાત કેમ કરવી. ચેમ્પિયન્સ ટ્રૉફી જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા આફ્રિદીએ કહ્યું, "ટીમ ઈન્ડિયા જાણતી હતી કે દુબઈમાં સ્પિનરોને મદદ મળશે, તેથી તેમણે તે મુજબ સારી ટીમ બનાવી."
શાહિદ આફ્રિદીએ પણ પાકિસ્તાનની મજાક ઉડાવી. તેમણે કહ્યું કે, "પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રૉફીમાં 4 સ્પિનરો રમવાના હતા, પરંતુ તેઓએ તેમને ત્યાં રમાડ્યા નહીં અને હવે તેઓ ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં 4 સ્પિનરો લઈ રહ્યા છે જ્યાં તેની જરૂર નથી." આફ્રિદી આ કહેતી વખતે પોતાનું હાસ્ય પણ રોકી શક્યો નહીં.
આ પણ વાંચો
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ભારતને મળ્યા 20 કરોડ રૂપિયા, કોણ આપશે આ રકમ, ICC કે પાકિસ્તાન?