પંતે જીતની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “ આ મારા જીવનની આ સૌથી મોટી પળ છે. હું એ વાતથી ખુશ છું કે, જ્યારે હું સારૂ પ્રદર્શન ન હતો કરતો ત્યારે ટીમે મને સપોર્ટ કર્યો અને હંમેશા સાથ આપ્યો. આ સીરિઝ મારા માટે સપના જેવી છે”
23 વર્ષિય પંતે જણાવ્યું કે, ટીમ મેનેજમેન્ટે મને હંમેશા સાથ આપ્યો છે અને હંમેશા કહ્યું કે, “આપ મેચ વિજેતા ખેલાડી છો. આપને દેશ માચે માટે મેચ જીતવાનો છે. હું દરરોજ વિચારતો હતો કે, હુ કયારે ભારત માટે મેચ જીતીશ. આજે એ દિવસ આવી ગયો”.
ભારતે આ જીત સાથે ચાર ટેસ્ટ મેચની સીરિઝ 2-1થી પોતાને નામ કરતા, બોર્ડર ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે જ રાખી છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચી દીધો.એ પણ એવા સમયે જ્યારે ફિટનેસ એક મહત્વનો મુદ્દો હતો. સીરિઝમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થઇ રહી હતી. જો કે આવા સમયે ભારતીય ખેલાડીઓએ સંકલ્પપૂર્ણ પ્રદર્શને ઓસ્ટ્રેલિયામાં એવી જીત અપાવી કે, જેને વર્ષો સુધી યાદ રખાશે.